6 વખત સાંસદ, ત્રણ વખત મુખ્યમંત્રી, આવું રહ્યું તરણ ગોગોઈનું રાજકીય જીવન


અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈનું નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેમણે ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ  (GMCH)મા અંતિમ શ્વાસ લીધા, લાંબા સમયથી બીમાર ચાલી રહેલા તરૂણ ગોગોઈ લાઇફ સપોર્ટ પર હતા.
 

6 વખત સાંસદ, ત્રણ વખત મુખ્યમંત્રી, આવું રહ્યું તરણ ગોગોઈનું રાજકીય જીવન

ગુવાહાટીઃ અસમના પૂર્વ મુખ્યમંત્રી તરૂણ ગોગોઈનું નિધન થયું છે. તેઓ 86 વર્ષના હતા. તેમણે ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ  (GMCH)મા અંતિમ શ્વાસ લીધા, લાંબા સમયથી બીમાર ચાલી રહેલા તરૂણ ગોગોઈ લાઇફ સપોર્ટ પર હતા. કોરોના પોઝિટિવ આવ્યા બાદ તરૂણ ગોગોઈને ગુવાહાટી મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

તેમને 25 ઓક્ટોબરે ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ તેમની તબીયત ફરી બગડી અને બે નવેમ્બરે તેમને ફરી દાખલ કરાવવામાં આવ્યા. તેમના પરિવારમાં પત્ની ડોલી ગોગોઈ, પુત્રી ચંદ્રિમા અને એક પુત્ર ગૌરવ છે, જે કોંગ્રેસ સાંસદ છે. 

2001થી 2006 સુધી ત્રણ વખત અસમના મુખ્યમંત્રી રહેલા ગોગોઈનો જન્મ 1 એપ્રિલ 1936મા આસામના જોરહાટ જિલ્લાના રંગાજન ટી એસ્ટેટમાં થયો હતો. તેમના પિતા ડો કમલેશ્વર ગોગોઈ રંગાજન ટીમ એસ્ટેટમાં ડોક્ટર હતા. તો તેમના માતા ઉષા ગોગોઈ કવયિત્રી હતા. તેમના માતા-પિતા તેમને પ્રેમથી પુનાકોન કહેતા હતા. 

ગુજરાતથી મહારાષ્ટ્ર જવું હોય તો સાથે રાખવો પડશે કોરોનાનો RT-PCR ટેસ્ટ રિપોર્ટ  

તરૂણ ગોગોઈએ શરૂઆતી શિક્ષણ રંગાજન નિમ્ન વિશ્વ વિદ્યાલયમાંથી મેળવ્યુ, ત્યારબાદ તેઓ જોરહાટ મદરસા સ્કૂલમાં ગયા. વર્ષ 1949મા જોરહાટ સરકારી હાઈ સ્કૂલમાં પહોંચ્યા, જ્યાં તેમણે 10મું પાસ કર્યું. ત્યારબાદ જોરહાટ જિલ્લાની જગન્નાથ બરૂઆ કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યુ અને પછી ગુવાહાટી યુનિવર્સિટીમાંથી એલએલબીની ડિગ્રી હાસિલ કરી હતી. 

આ રીતે બન્યા રાજનીતિના માહેર ખેલાડી
- તરૂણ ગોગોઈ પ્રથમવાર 1968મા જોરહાટના મ્યુનિસિપલ બોર્ડના સભ્ય ચૂંટાયા. 
- ગોગોઈ 6 વખત કોંગ્રેસની ટિકિટ પર લોકસભા સાંસદ રહ્યા છે. વર્ષ 1971થી 85 સુધી તેઓ જોરહાટ લોકસભા સીટથી જીત્યા. ત્યારબાદ 1991થી 96 અને 1998-2002 સુધી તેમણે કલિયાબોર સીટનું પ્રતિનિધિત્વ કર્યું. હાલ આ સીટથી તેમના પુત્ર ગૌરવ ગોગોઈ સાંસદ છે. 

- તરૂણ ગોગોઈનું કદ તે સમયે વધી ગયું જ્યારે વર્ષ 1976મા તત્કાલીન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની આગેવાનીમાં તેઓ ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (એઆઈસીસી)ના જોઈન્ટ સેક્રેટરી બન્યા. વર્ષ 1985થી 1990 સુધી પાર્ટીના મહાસચિવ રહ્યા. ત્યારે રાજીવ ગાંધી પ્રધાનમંત્રી હતા. જ્યારે પીવી નરસિમ્હા રાવ પ્રધાનમંત્રી બન્યા તો તેમની કેબિનેટમાં (1991-96) ફૂડ પ્રોસેસિંગ રાજ્ય મંત્રીનો કાર્યભાર સંભાળ્યો હતો. 

- તેઓ 1986થી 90 સુધી અસમ પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ રહ્યા. ત્યારબાદ 1996મા બીજીવાર આ પદે ચૂંટાયા. 

- ગોગોઈ ચાર વખત ધારાસભ્ય રહ્યા. તેમણે સૌથી પહેલા માર્ગેરિટા વિધાનસભા ક્ષેત્રથી (1996-98) જીત હાસિલ કરી. ત્યારબાદ 2001થી તેઓ તિતાબર વિધાનસભા સીટથી ચૂંટાતા આવ્યા. 

- વર્ષ 2001મા યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં જ્યારે કોંગ્રેસે શાનદાર જીત હાસિલ કરી તો તરૂણ ગોગોઈને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ રેકોર્ડ ત્રણ વખત સીએમ બન્યા. 

- પરંતુ 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીના પ્રદર્શન બાદ તેમના નેતૃત્વ પર સવાલ ઉઠવા લાગ્યા. અસમની 14 લોકસભા સીટમાંથી કોંગ્રેસ ત્રણ સીટ જીતી. જ્યારે ભાજપને સાત સીટ મળી, જે અસમથી કોઈપણ પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીમાં જીતેલી સૌથી વધુ સીટ છે. 

- ચૂંટણી પહેલા ગોગોઈએ જાહેરાત કરી હતી કે જો કોંગ્રેસ 14 સીટમાંથી 7 પર જીત હાસિલ નહીં કરે તો તે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપી દેશે. જુલાઈ 2014મા તેમણે સંકેત આપી દીધા હતા કે તેઓ 2016 વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીનું નેતૃત્વ કરશે નહીં.

30 જુલાઈ 1972ના, ગોગોઈએ ડોલી ગોગોઈ સાથે લગ્ન કર્યા હતા. ડોલીએ જીવ વિજ્ઞાનમાં અભ્યાસ કર્યો હતો. તેમને એક પુત્ર ગૌરવ ગોગોઈ અને પુત્રી ચંદ્રમા ગોગોઈ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news