ભારતે એન્ટી ટેન્ક મિસાઇલ હેલિનાનું સફળ પરીક્ષણ કર્યું, તેનાથી વધશે વાયુસેનાની તાકાત

હેલિના સિસ્ટમમાં દિવસ અને રાત્રે દરેક મોસમમાં એટેક કરવાની ક્ષમતા છે અને તે પરંપરાગત અને વિસ્ફોટક પ્રતિક્રિયાશીલ કવચની સાથે દુશ્મનની ટેન્કો પર માર કરે છે. મિસાઇલ સીધા લક્ષ્યને ભેદી શકે છે. 

ભારતે એન્ટી ટેન્ક મિસાઇલ હેલિનાનું સફળ પરીક્ષણ કર્યું, તેનાથી વધશે વાયુસેનાની તાકાત

નવી દિલ્હીઃ ભારતે સોમવારે સ્વદેશી રશિયાથી વિકસિત એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ (એટીજીએમ) હેલિનાનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ ધ્રુવ એડવાન્સ લાઇટ હેલીકોપ્ટરથી ઉંચાઈ પર સફળતાપૂર્વક કરવામાં આવ્યું છે. રક્ષામંત્રાલયે સોમવારે કહ્યું કે તાજા લોન્ચ બાદ હવે હેલીકોપ્ટરની સાથે હથિયારોના એકીકરણનો માર્ગ મોકળો બની ગયો છે.

આ મિસાઇલ લોન્ચ રાજસ્થાનમાં પોખરણ ફાયરિંજ રેન્જમાં કરવામાં આવી છે. હેલિના કે હેલીકોપ્ટર આધારિત નાગ મિસાઇલ સાત કિમી દૂર સુધી લક્ષ્ય પર હુમલો કરી શકે છે. રક્ષામંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, ઇન્ફ્રારેડ ઇમેજિંગ સીકર સિસ્ટમ દ્વારા સંચાલિત ફાયર એન્ડ ફોરગેટ મિસાઇલને સફળતાપૂર્વક ઉચ્ચ ઉંચાઈ પર એક નકલી ટેન્ક લક્ષ્યને નિશાન બનાવવામાં આવ્યું. સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થા (ડીઆરડીઓ), ભારતીય વાયુસેના અને સેનાએ સંયુક્ત રૂપથી તેનું પરીક્ષણ કર્યું છે. 

ડીઆરડીઓ અનુસાર હેલિના સિસ્ટમમાં દિવસ અને રાત્રે દરેક મોસમમાં હિટ કરવાની ક્ષમતા છે અને તે પરંપરાગત અને વિસ્ફોટક પ્રતિક્રિયાશીલ કવચની સાથે દુશ્મનની ટેન્કોને મારી શકે છે. મિસાઇલ સીધી હિટ મોડની સાથે-સાથે ટોપ એટેક મોડ બંને લક્ષ્યને ભેદી શકે છે. 

— DRDO (@DRDO_India) April 11, 2022

મંત્રાલયે કહ્યું- પોખરણમાં કરવામાં આવેલા વેલિડેશન ટ્રાયલ્સના ક્રમમાં, ઉંચ ઉંચાઈ પર આ મિસાઇલની ચોકસાઈનું પ્રમાણ ધ્રુવ પર તેના એકીકરણનો માર્ગ મોકળો કરે છે. 

સેન્ટર ફોર એર પાવર સ્ટડીઝના એડિશનલ ડાયરેક્ટર એર વાઇસ માર્શલ અનિલ ગોલાની (સેવાનિવૃત્ત) એ કહ્યુ કે, સફળ પરીક્ષણ આપણા સ્વદેશી હથિયાર નિર્માણ કૌશલને દર્શાવે છે. હવે હેલીકોપ્ટર પર મિસાઇલને જોડવા, સશસ્ત્ર દળોમાં હથિયારના પ્રોડક્શન અને સંચાલન પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. 

મહત્વનું છે કે હેલીકોપ્ટરથી લોન્ચ થનારી એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલને ભારત સરકારે રક્ષા વિનિર્માણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા માટે આયાત પર પ્રતિબંધ લગાવી રાખ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news