Narendra Modi Birthday: 'નવા ભારતમાં મહિલા શક્તિનો પરચમ', જન્મદિવસ પર PM મોદીએ કેમ કહી આ વાત

PM Modi Cheetah Release: કૂનો નેશનલ પાર્ટમાં ચિત્તા છોડ્યા બાદ પીએમ નરેન્દ્ર મોદીએ શ્યોપુરમાં સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને સંબોધિત કરી. પીએમ મોદીએ કહ્યું જ્યાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધે છે, સફળતા પોતે જ નક્કી થાય છે.

Narendra Modi Birthday: 'નવા ભારતમાં મહિલા શક્તિનો પરચમ', જન્મદિવસ પર PM મોદીએ કેમ કહી આ વાત

Narendra Modi Sheopur: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે પોતાના જન્મદિવસ પર મધ્ય પ્રદેશના શ્યોપુરમાં મહિલાઓના સેલ્ફ હેલ્પ ગ્રુપ સાથે સંવાદ કર્યો. પીએમ મોદીએ કહ્યું કે નવા ભારતમાં મહિલા શક્તિનો પરચમ જોવા મળ્યો. દેશના વિકાસમાં મહિલાઓની ભાગીદારી વધી છે. જાણી લો કે આ પહેલા પીએમ મોદીએ આજે કૂનો નેશનલ પાર્કમાં નામીબિયાથી આવેલા ચિત્તાને પણ છોડ્યા અને ચિત્તા પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું.

માતાને લઇ પીએમ મોદીએ શું કહ્યુ?
પીએમ મોદીએ કહ્યું કે આજના દિવસે સમાન્ય રીતે મારો પ્રયાસ રહે છે કે હું મારી માતા પાસે જઉ, તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લઉં. પરંતુ આજે હું માતા પાસે જઈ શક્યો નહીં, પરંતુ મધ્ય પ્રદેશની આદિવાસી વિસ્તારની, અન્ય સમાજની ગામગામમાં મહેનત કરતી લાખો માતાઓ આજે મને અહીં આશીર્વાદ આપી રહી છે. આ દ્રષ્ય આજે મારી માતા જ્યારે જોશે તો જરૂરથી સંતોષ થશે કે ભલે પુત્ર આજે અહીં નથી આવ્યો, પરંતુ લાખો માતાઓએ આશીર્વાદ આપ્યા છે. મારી માતાને આજે વધારે પ્રસન્નતા થશે.

75 વર્ષ બાદ ચિત્તા ભારતમાં પરત ફરતા પીએમ મોદી ખુશ
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, વિશ્વકર્મા જયંતી પર સ્વયં સહાયતા ગ્રુપનું આટલું મોટુ સંમેલન, પોતાનામાં ખૂબ જ ખાસ છે. હું તમને બધાને, તમામ દેશવાસીઓને વિશ્વકર્મા પૂજાની પણ શુભેચ્છાઓ આપું છું. મને આજે આ વાતની પણ ખુશી છે કે ભારતની ધરતી પર હવે 75 વર્ષ બાદ ચિત્તા પાછા આવ્યા છે. થોડા સમય પહેલા જ મને કૂનો નેશનલ પાર્કમાં ચિત્તાને છોડવાનું સૌભાગ્ય મળ્યું.

પંચાયત ભવનથી રાષ્ટ્રપતિ ભવન સુધી નારીશક્તિનો પરચમ
પીએમ મોદીએ કહ્યું કે, આજે આ મંચથી આખા વિશ્વને સંદેશ આપવા ઇચ્છું છું કે, આજે લગભગ 75 વર્ષ બાદ આઠ ચિત્તા આપણા દેશની ધરતી પર પાછા ફર્યા છે. આફ્રિકાથી આપણા મહેમાન આવ્યા છે. આ મહેમાનના સન્માનમાં આપણે બેધાએ તેમનું સ્વાગત કરવું જોઇએ. છેલ્લી સદીના ભારતમાં અને આ સદીના 'નવા ભારત'માં એક મોટું અંતર આપણી નારી શક્તિના પ્રતિનિધિત્વના રૂપમાં આવ્યું છે. આજે નવા ભારતમાં પંચાયત ભવનથી લઇને રાષ્ટ્રપતિ ભવન સુધી નારીશક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જે પણ સેક્ટરમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ વધ્યું છે. તે ક્ષેત્રમાં તે કાર્યમાં સફળતા પોતાનામાં નક્કી થઈ જાય છે. સ્વચ્છ ભારત અભિયાનની સફળતા તેનું સારું ઉદાહરણ છે. જેનું મહિલાઓએ નેતૃત્વ કર્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news