PAK સરહદ નજીક ભારતનું શક્તિ પ્રદર્શન, હાઈવે પર ફાઈટર વિમાનોનું જબરદસ્ત લેન્ડિંગ, જુઓ Video

રાજસ્થાનના જાલૌરમાં આજે બાડમેર હાઈવે પર સ્પેશિયલ એરસ્ટ્રિપની શરૂઆત કરવામાં આવી.

PAK સરહદ નજીક ભારતનું શક્તિ પ્રદર્શન, હાઈવે પર ફાઈટર વિમાનોનું જબરદસ્ત લેન્ડિંગ, જુઓ Video

નવી દિલ્હી: રાજસ્થાનના જાલૌરમાં આજે બાડમેર હાઈવે પર સ્પેશિયલ એરસ્ટ્રિપની શરૂઆત કરવામાં આવી. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગંધવ-બાખાસર ખંડમાં નેશનલ હાઈવે 925 પર બનેલા ઈમરજન્સી લેન્ડિંગ ફિલ્ડ (ELF)નું આજે ઉદ્ધાટન કર્યું. ત્યારબાદ ભારતે પાકિસ્તાન સાથે જોડાયેલી સરહદ નજીક પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું અને હાઈવે પર ફાઈટર વિમાનોએ લેન્ડિંગ કર્યું. પાકિસ્તાનની સરહદથી ફક્ત 40 કિમી દૂર ભારતીય વાયુસેનાના સુખોઈ અને જગુઆર જેવા ફાઈટર વિમાનોએ પોતાનો દમ દેખાડ્યો. 

હાઈવે પર જ ઉતર્યું રાજનાથ સિંહ-નીતિન ગડકરીનું વિમાન
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ભારતીયવાયુસેનાના સ્પેશિયલ વિમાનમાં આવ્યા હતા અને આ વિમાનનું આ જ એરસ્ટ્રિપ પર ઉતરણ કરાયું હતું. એનએચ-925 ભારતનો પહેલો એવો રાષ્ટ્રીય રાજમાર્ગ છે જેનો ઉપયોગ વાયુસેનાના વિમાનો ઈમરજન્સી સ્થિતિમાં ઉતરણ માટે કરી શકશે. 

— ANI (@ANI) September 9, 2021

19 મહિનામાં તૈયાર થઈ 3 કિમી લાંબી એરસ્ટ્રિપ
NHAI એ ભારતીય વાયુસેના માટે ઈમરજન્સી સ્થિતિમાં વિમાન ઉતારવા માટે એનએચ-925એના સટ્ટા-ગંધવ ખંડના 3 કિમીના  ભાગ પર આ ઈમરજન્સી એરસ્ટ્રિપનું નિર્માણ કર્યું છે. ELF નું નિર્માણ 19 મહિનામાં પૂરું કરાયું છે. તેનું નિર્માણ કાર્ય જુલાઈ 2019માં શરૂ કરાયું હતું. અને જાન્યુઆરી 2021માં તે તૈયાર થઈ ગયું હતું. IAF અને NHAI ની દેખરેખમાં જીએચવી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે તેનું નિર્માણ કર્યું છે. 

— ANI (@ANI) September 9, 2021

3 હેલિપેડનું પણ કરાયું છે નિર્માણ
આ પ્રોજેક્ટમાં ઈમરજન્સી લેન્ડિંગ પટ્ટી ઉપરાંત કુંદનપુરા, સિંઘાનિયા અને બાખાસર ગામોમાં વાયુસેના/ભારતીય સેનાની જરૂરિયાત પ્રમાણે 3 હેલિપેડ (પ્રત્યેકનો આકાર 100X100 મીટર)નું નિર્માણ કરાયું છે. જે પશ્ચિમી આંતરરાષ્ટ્રીય સરહદ પર ભારતીય સેના અને સુરક્ષા નેટવર્કના સુદૃઢીકરણનો આધાર હશે. 

— ANI (@ANI) September 9, 2021

લખનૌ-આગ્રા એક્સપ્રેસ ઉપર પણ કરાયું હતું મોક લેન્ડિંગ
ઓક્ટોબર 2017માં ભારતીય વાયુસેનાના ફાઈટર અને પરિવહન વિમાનોએ લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર મોક લેન્ડિંગ કર્યું હતું. જેથી કરીને એ જોઈ શકાય કે હાઈવેનો ઉપયોગ વાયુસેનાના વિમાનો દ્વારા ઈમરજન્સી સ્થિતિમાં લેન્ડિંગ માટે કરી શકાય છે. અત્રે જણાવવાનું કે લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે રાષ્ટ્રીય રાજમાર્ગ નથી અને યુપી સરકાર અંતર્ગત આવે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news