સગીરાએ છેડતીનો વિરોધ કર્યો તો 3 બદમાશોએ ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી

યુપીમાં મહિલાઓની સુરક્ષા માટે યોગી સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં પ્રદેશના બદમાશોને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. આ તાજેતરની ઘટના ફિરોઝાબાદની છે. જ્યાં એક વિદ્યાર્થીનીને 3 બદમાશોએ ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી દીધી છે. આ ત્રણેય બદમાશો તેની સ્કૂલથી આવતા-જતાં છેડતી કરતા હતા. શુક્રવાર સાંજે જ્યારે વિદ્યાર્થીનીએ બદમાશોની અભદ્રતાનો જવાબ આપ્યો તો મોડી રાતે ઘરમાં ઘૂસીને ત્રણેય બદમાશોએ વિદ્યાર્થીની હત્યા કરી.

સગીરાએ છેડતીનો વિરોધ કર્યો તો 3 બદમાશોએ ઘરમાં ઘૂસીને તેને ગોળી મારી

પ્રેમેન્દ્ર કુમાર/ ફિરોઝાબાદ: યુપીમાં મહિલાઓની સુરક્ષા માટે યોગી સરકાર તમામ પ્રકારની કાર્યવાહી કરી રહી છે. તેમ છતાં પ્રદેશના બદમાશોને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો નથી. આ તાજેતરની ઘટના ફિરોઝાબાદની છે. જ્યાં એક વિદ્યાર્થીનીને 3 બદમાશોએ ઘરમાં ઘૂસીને ગોળી મારી હત્યા કરી દીધી છે. આ ત્રણેય બદમાશો તેની સ્કૂલથી આવતા-જતાં છેડતી કરતા હતા. શુક્રવાર સાંજે જ્યારે વિદ્યાર્થીનીએ બદમાશોની અભદ્રતાનો જવાબ આપ્યો તો મોડી રાતે ઘરમાં ઘૂસીને ત્રણેય બદમાશોએ વિદ્યાર્થીની હત્યા કરી.

આ મામલો ફિરોઝાબાદના રસૂલપુર વિસ્તારના પ્રેમ નગરનો છે. અહીં ડાક બંગલા ગલી નંબર 2માં રહેતી ધોરણ 12ની વિદ્યાર્થીની જ્યારે સ્કૂલથી પરત ઘરે ફરી રહી હતી. ત્યારે રસ્તામાં ઉભેલા ત્રણ શખ્સોએ તેના પર અભદ્ર ટિપ્પણી કરી હતી. વિદ્યાર્થીનીએ હિંમત કરી જ્યારે તેનો જવાબ આપ્યો. તેની હિંમતની કિંમત વિદ્યાર્થીનીને પોતાનો જીવ ગુમાવીને ચુકવવી પડી. ત્રણેય બદમાશો મોડી રાતે તેના ઘરમાં ઘૂસ્યા હતા અને વિદ્યાર્થીનીને ગોળી મારી હતી. જેથી તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.

ગોળીનો અવાજ સાંભળી પરિવારના લોકો જ્યારે ધાબા પરથી નીચે આવ્યા હતા તો તેમણે વિદ્યાર્થીની મૃત હાલતમાં મળી હતી. જે જોઇને તેમણે પોલીસને ફોન કર્યો હતો. સ્થળ પર પહોંચેલા એસએસપીએ પિતાની પૂછપરછ કર્યા બાદ આ મામલે કડક કાર્યવાહી કરવાનો વિશ્વાસ દાખવ્યો હતો. પોલીસનું કહેવું છે કે, આ મામલે તપાસ કરી આરોપીની ધરપકડ કરવામાં આવશે અને ન્યાયિક કાર્યવાહી પણ કરવામાં આવશે.

2 આરોપીઓની ધરપકડ
સીએસપી ફિરોઝાબાદે જણાવ્યું કે, 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને પૂછપરછ ચાલી રહી છે. હવે પોલીસ તથ્યોની તપાસ કરી રહી છે જેથી સત્ય સામે આવી શકે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news