Firecrackers Ban: આ રાજ્યમાં દિવાળી પર નહીં ફુટે ફટાકડા, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ યથાવત રાખ્યો

Delhi News: ભાજપ સાંસદ મનોજ તિવારીએ તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદ અને ઉપયોગ પર લાગેલા પ્રતિબંધના આદેશને પડકાર્યો હતો. 
 

Firecrackers Ban: આ રાજ્યમાં દિવાળી પર નહીં ફુટે ફટાકડા, સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ યથાવત રાખ્યો

નવી દિલ્હીઃ Supreme Court On Firecrackers Ban: દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણના સ્તર પર ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે ફટાકડા પર પ્રતિબંધ હટાવવાથી ઈનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) સોમવાર (10 ઓક્ટોબર) એ કહ્યું કે કોર્ટ ફટાકડાના ઉપયોગના સંબંધમાં પહેલા વિસ્તૃત આદેશ પસાર કરી ચુકી છે અને પાછલો આદેશ યથાવત રહેશે. અમે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ફટાકડા પર પ્રતિબંધ હટાવીશું નહીં. અમારો આદેશ ખુબ સ્પષ્ટ છે. 

સુપ્રીમ કોર્ટે રાજધાનીમાં વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરતા ભાજપના સાંસદ મનોજ તિવારીની અરજી પર આ ચુકાદો આપ્યો છે. મનોજ તિવારીએ અરજી દાખલ કરી તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદી અને ઉપયોગ પર લાગેલા પ્રતિબંધને પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ફટાકડા પર પ્રતિબંધને લઈને અમારો સ્પષ્ટ આદેશ છે. અમે ફટાકડાની મંજૂરી કઈ રીતે આપી શકીએ, ભલે તે ગ્રીન ફટાકડા હોય. શું તમે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર જોયું છે. 

સુપ્રીમ કોર્ટે પરાલીનો પણ કર્યો ઉલ્લેખ
ન્યાયમૂર્તિ એમ આર શાહની અધ્યક્ષતાવાળી પીઠે મામલાની સુનાવણી કરતા કહ્યું- ગિવાળી બાદ દિલ્હી એનસીઆરની વાયુ ગુણવત્તા વધુ ખરાબ થશે. જેનાથી સ્થિતિ વધુ ખરાબ થશે. પીઠે આ અરજીને અન્ટ પેન્ડિંગ મામલા સાથે ટેગ કરતા પરાલીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે ગ્રીન ફટાકડાના ઉપયોગને પણ પ્રતિબંધિત કરવામાં આવે. આગામી કેટલાક દિવસ આપણા બધા માટે મુશ્કેલ હશે. 

મનોજ તિવારીએ કરી હતી આ માંગ
મનોજ તિવારીએ પોતાની અરજીમાં દિલ્હી સરકારના તે આદેશને પડકાર્યો જેમાં હિન્દુઓ, શીખો, ઈસાઈઓ અને અન્ય લોકોના તહેવારોની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ, ખરીદ અને ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો હતો. અરજીમાં બધા રાજ્યોને તે નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી કે આગામી તહેવારની સીઝન દરમિયાન ફટાકડાના વેચાણ કે ઉપયોગ કરનાર લોકો વિરુદ્ધ કેસ દાખલ કરવા જેવી દંડાત્મક કાર્યવહી ન કરવામાં આવે. 

દિવાળી પર પ્રતિબંધ યથાવત રહેશે
અરજીમાં કહેવામાં આવ્યું કે દિવાળી જેવા તહેવારોમાં આ પ્રકારની ધરપકડ અને એફઆઈઆરથી ન માત્ર સમાજમાં મોટા પાયે એક ખોટો મેસેજ ગયો છે. સાથે બિનજરૂરી રૂપથી લોકોમાં ભય અને ગુસ્સો પેદા થયો છે. પરંતુ સુપ્રીમ કોર્ટનું વલણ સ્પષ્ટ છે કે દિવાળી, છઠ પૂજા, ગુરૂ નાનક જયંતી અને નવા વર્ષ પર દિલ્હીમાં ફટાકડા પર પ્રતિબંધ યથાવત રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news