કોલકાતાના બાગડી માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયરની 30 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

કોલકાતાની કેનિંગ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા બાગડી માર્કેટની કેટલીક દુકાનોમાં રવિવારે વહેલી સવારે 2.45 વાગે આગ લાગી ગઈ.

કોલકાતાના બાગડી માર્કેટમાં ભીષણ આગ લાગી, ફાયરની 30 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી

કોલકાતા: કોલકાતાની કેનિંગ સ્ટ્રીટ વિસ્તારમાં આવેલા બાગડી માર્કેટની કેટલીક દુકાનોમાં રવિવારે વહેલી સવારે 2.45 વાગે આગ લાગી ગઈ. આગની ચપેટમાં મોટી સંખ્યામાં દુકાનો આવી ગઈ છે. જો કે હાલ કોઈ જાનહાનિના અહેવાલ નથી. 

— ANI (@ANI) September 16, 2018

મળતી માહિતી મુજબ ફાયરની 30 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. જે સતત આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો કરી રહી છે. આ સાથે જ બાગડી બજારની આસપાસની ઈમારતોમાંથી લોકોને સુરક્ષા કારણોસર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવી રહ્યાં છે. 

— ANI (@ANI) September 16, 2018

કોલકાતાના મેયર સોવન ચેટરજીનું કહેવું છે કે સાંકડી ગલીઓ અને મોટી સંખ્યામાં ઈમારતો હોવાના કારણે ફાયરની ગાડીઓને આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news