31 જુલાઈ પહેલા પતાવી લેજો આ જરૂરી કામ.. જો ચૂકી જશો તો ભરવો પડશે 5000 રૂપિયા દંડ!

Income Tax Return ફાઈલ કરવામાં વિલંબના કિસ્સામાં, 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ માટે 1,000 રૂપિયાનો દંડ , જ્યારે 5 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક માટે 5,000 રૂપિયાની લેટ ફી વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે.

31 જુલાઈ પહેલા પતાવી લેજો આ જરૂરી કામ.. જો ચૂકી જશો તો ભરવો પડશે 5000 રૂપિયા દંડ!

એક નવો મહિનો શરૂ થવાનો છે અને ઓગસ્ટ 2023ની શરૂઆત સાથે ઘણા મોટા ફેરફારો જોવા મળશે, જેની સીધી અસર તમારા પર પડશે.  ITR ફાઇલ કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા 31 જુલાઈ 2023ની તારીખ નક્કી કરવામાં આવી છે. મતલબ કે તમારી પાસે માત્ર ત્રણ દિવસ બાકી છે, જો તમે નિયત તારીખ સુધીમાં ITR ફાઇલ કરવાનું ચૂકી જાઓ છો, તો તમારે 5,000 રૂપિયા સુધીનો દંડ ચૂકવવો પડી શકે છે.

આવકવેરા વિભાગ સતત દેશના કરદાતાઓને સંદેશાઓ અને સોશિયલ મીડિયા દ્વારા અપીલ કરી રહ્યું છે કે તેઓ ITR ફાઈલ કરવાની અંતિમ તારીખની રાહ ન જુએ અને આ કામ શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરે. વિભાગના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી લોકોને સતત સલાહ આપવામાં આવી રહી છે કે છેલ્લી ઘડીની ભીડની સમસ્યાથી બચવા માટે તેને આજે જ ફાઇલ કરો.

વિભાગ દ્વારા શેર કરવામાં આવેલા ડેટા અનુસાર ગત 24 જુલાઈ સુધી દેશના 4 કરોડથી વધુ કરદાતાઓએ તેમના રિટર્ન ફાઈલ કર્યા છે. જો તમે આમાંથી એક નથી અને તમે નાણાકીય વર્ષ 2022-23 માટે ITR ફાઈલ કર્યું નથી, તો સમય ગુમાવ્યા વિના પહેલા આ કામ કરો.

જો તમે આવકવેરા વિભાગ દ્વારા નિર્ધારિત છેલ્લી તારીખ, 31 જુલાઈ 2023 સુધીમાં તમારું ITR ફાઇલ નહીં કરો, તો એવું નથી કે તમને તે ફાઇલ કરવાની તક મળશે નહીં. આવા કરદાતાઓને વિભાગ દ્વારા તક આપવામાં આવશે, પરંતુ તેમને નાણાકીય નુકસાનનો સામનો કરવો પડી શકે છે. વાસ્તવમાં, મોડું ITR ફાઇલ કરવાનો વિકલ્પ 31 ડિસેમ્બર, 2023 સુધી ઉપલબ્ધ છે, પરંતુ દંડ સાથે..

કેટલો દંડ થઈ શકે?
ઈન્કમ ટેક્સ રિટર્ન મોડા ફાઈલ કરવા પર દંડની વાત કરીએ તો, આ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા કરદાતાઓ માટે 1000 રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે, જ્યારે 5 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક પર 5,000 રૂપિયાની લેટ ફી વસૂલવામાં આવે છે.

જો કે, આ મોડો દંડ વિલંબના સમયગાળા પર આધારિત છે. બીજી તરફ, જો કરદાતા 31 ડિસેમ્બર, 2023 પછી ITR ફાઇલ કરે છે, તો તેને 10,000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડી શકે છે. આ ઉપરાંત તેમને જેલમાં મોકલવાની પણ જોગવાઈ કરવામાં આવી શકે છે. 

જે લોકો ITR ફાઈલ કરવાની છેલ્લી તારીખની રાહ જોઈ રહ્યા છે, તો તમને જણાવી દઈએ કે છેલ્લી ઘડીએ ઉતાવળમાં આ કામ કરતી વખતે કેટલીક ભૂલો થઈ શકે છે, જે તમારા માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. 

તાજેતરમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે એક કાર્યક્રમ દરમિયાન મોટી માહિતી શેર કરતા કહ્યું હતું કે દેશના લગભગ 1 લાખ કરદાતાઓને આવકવેરાની નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ તેમને ITRમાં આવકની અન્ડર-રિપોર્ટિંગ અને ખોટી માહિતી આપવા બદલ મોકલવામાં આવી છે.

આ પણ વાંચો:
ગુજરાતમાં આજે પણ આ વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી, વાંચીને જ ઘરની બહાર પગ મૂકજો
Budh Gochar: લક્ષ્મી નારાયણ યોગના કારણે આ 4 રાશિઓનું અમીર બનવું નક્કી, થશે ધન લાભ

WI vs IND: કુલદીપ-જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો પાંચ વિકેટે શાનદાર વિજય
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news