દરરોજ માત્ર થોડી મિનિટ કરો યોગના આ આસન, મગજ અને હૃદય રહેશે તંદુરસ્ત
એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરરોજ માત્ર 15 મિનિટ સુધી યોગ કરવાથી તમે અનેક પ્રકારની બીમારીઓથી મુક્ત રહી શકો છો
Trending Photos
નવી દિલ્હીઃ આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકોને કસરત કરવાનો, ચાલવા જવાનો સમય મળતો નથી. વળી બેઠાડું જીવનને કારણે લોકો જાત-જાતની બીમારીઓનો ભોગ બની રહ્યા છે. આવા સંજોગોમાં માત્ર કેટલીક મિનિટના યોગથી તમે તમારા શરીરને તંદુરસ્ત રાખી શકો છો અને કેટલીક જીવલેણ બીમારીથી પણ બચી શકો છો. હૃદયને ચુસ્ત-દુરસ્ત રાખવું હોય કે પછી મગજને ફ્રેશ રાખવું હોય, યોગ જેવી બીજી કોઈ વસ્તુ નથી.
યોગાસન અનેક પ્રકારના છે, જે જુદી-જુદી રીતે શરીરને મજબૂત રાખવાની સાથે વ્યક્તિને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે. એક યોગ એવો પણ છે જે તમારા મગજને ચુસ્ત-દુરસ્ત રાખે છે, સાથે જ શરીરના અનર્જી લેવલને વધારવામાં પણ મદદ કરે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે, દરરોજ માત્ર 15 મિનિટ યોગાસન કરવાથી તમારું હૃદય અને મગજ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહે છે.
આ રીતે કામ કરે છે યોગ
માત્ર 15 મિનિટના 'માઈન્ડફૂલનેસ મેડિટેશન'ની સાથે દરરોજ હઠયોગ (આસન, પ્રાણાયામ અને ધ્યાનનું એક સંયોજન) કરવાથી મસ્તિષ્ક તંત્રના કામ કરવામાં અને ઊર્જાના સ્તરમાં ઘણો જ સુધારો થાય છે.
હઠ યોગ એક ચોક્સ લક્ષ્ય, નિર્દેશિત વ્યવહાર સાથે જોડાયેલી તમારી પ્રતિક્રિયાઓને નિયંત્રિત કરવાની ક્ષમતા, સ્વાભાવિક વિચારવાની પ્રક્રિયા અને અન્ય ક્રિયાઓને ફાયદો પહોંચાડે છે.
જૂઓ LIVE TV....
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે