ડ્યૂટી સમયે દારૂની મજા માણતા પકડાઈ મહિલા કર્મચારી, VIDEO વાઈરલ થતા સસ્પેન્ડ થઈ

ઉત્તર પ્રદેશના કાનપુરમાં સરકારને આધીને એક કોર્પોરેશનની મહિલા કર્મચારી દ્વારા સરકારી કાર્યાલયમાં જ પુરુષ સહકર્મીઓ સાતે બેસીને દારૂ પીવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

ડ્યૂટી સમયે દારૂની મજા માણતા પકડાઈ મહિલા કર્મચારી, VIDEO વાઈરલ થતા સસ્પેન્ડ થઈ

કાનપુર: ઉત્તર પ્રદેશના કાનપુરમાં સરકારને આધીને એક કોર્પોરેશનની મહિલા કર્મચારી દ્વારા સરકારી કાર્યાલયમાં જ પુરુષ સહકર્મીઓ સાતે બેસીને દારૂ પીવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોએ એટલો હડકંપ મચાવ્યો કે રઝિયા ખાન નામની કર્મચારી પર તવાઈ આવી ગઈ અને તેને તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરવામાં આવી. સરકારી ઓફિસમાં આ બધુ ડ્યૂટી સમયે જ થઈ રહ્યું હતું. 

કાનપુરમાં દક્ષિણાચ વિદ્યુત વિતરણ નિગમનું કાર્યાલય છે. મળતી માહિતી મુજબ એક સાંજે લગભગ 4 વાગે નિગમના મીટર પરિક્ષણ વિભાગમાં એક મહિલા કર્મચારી તેના બે પુરુષ સહકર્મીઓ સાતે બેસીને દારૂની મજા માણી રહી હતી. કોઈએ આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી અને ડિવિઝનના ટોચના ઓફિસરોને ફોરવર્ડ કરી દીધો. 

નિગમના ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પ્રશાંત સિંહ બે દિવસ પહેલા જ રજાઓ ગાળીને આવ્યાં હતાં. તેમણે આ વીડિયો જોયો તો ખબર પડી ગઈ કે તે ડિવિઝનની અંદરનો જ છે. તેમણે તત્કાળ કાર્યવાહી કરતા મહિલા કર્મચારી રઝિયાને સસ્પેન્ડ કરી દીધી. રઝિયા હવે પોતાની ભૂલ પર પસ્તાઈ રહી છે. તેણે ભૂલનો સ્વીકાર કરતા કહ્યું કે આ ઘટના કોઈ એક વર્ષ જૂની છે. જેને હવે જાણીજોઈને બધાની સામે લાવવામાં આવી છે. 

જુઓ LIVE TV

રઝિયાનો એક સવાલ ખુબ મહત્વનો છે કે તેની સાથે બે પુરુષ સહકર્મીઓ પણ દારૂ પી રહ્યાં હતાં તો પછી કાર્યવાહી ફક્ત તેની સામે જ કેમ થઈ? વીડિયો એક વર્ષ બાદ વાઈરલ થઈ રહ્યો છે. રઝિયાનું કહેવું છે કે આ વીડિયોમાં ફક્ત તે એકલી નથી પરંતુ તેની સાથે બીજા લોકો પણ છે. તો પછી કાર્યવાહી ફક્ત તેની સામે કેમ થઈ. ચીફ એક્ઝિક્યુટિવ એન્જનિયર પ્રશાંત સિંહે જણાવ્યું કે વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે દારૂનું સેવન થઈ રહ્યું છે. જેમાં પટાવાળાની ફરજ બજાવતી રઝિયાને તત્કાળ પ્રભાવથી સસ્પેન્ડ કરાઈ છે. તેમણે કહ્યું કે અન્ય કર્મચારીઓ ગ્રામીણ વિસ્તારના છે અને તેમની સામે કાર્યવાહી માટે એક્સિયનને પત્ર લખવામાં આવ્યો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news