FASTag: કોઈ પણ સંજોગોમાં આ તારીખ પહેલા ફાસ્ટેગ ખરીદી લેજો, ત્યારબાદ નહીં કરી શકો કેશ પેમેન્ટ

કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં હવે FASTag જરૂરી કરી દીધુ છે. એટલે કે હવે હાઈવે પર ટોલ આપતા સમયે તેના પેમેન્ટ ફાસ્ટેગથી જ કરવું પડશે. પહેલા તેની તારીખ આગળ વધારવામાં આવી હતી. પરંતુ સરકારે હવે તે આગળ ખેંચવાના મૂડમાં નથી. હવે 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ વાહનોએ FASTag સ્ટીકર લગાવવું જરૂરી રહેશે. આ અગાઉ ડિસેમ્બરમાં તેને લાગુ કરવાની સમય મર્યાદા વધારીને 15 ફેબ્રુઆરી 2021 કરવામાં આવી હતી. 
FASTag: કોઈ પણ સંજોગોમાં આ તારીખ પહેલા ફાસ્ટેગ ખરીદી લેજો, ત્યારબાદ નહીં કરી શકો કેશ પેમેન્ટ

FASTag: કેન્દ્ર સરકારે સમગ્ર દેશમાં હવે FASTag જરૂરી કરી દીધુ છે. એટલે કે હવે હાઈવે પર ટોલ આપતા સમયે તેના પેમેન્ટ ફાસ્ટેગથી જ કરવું પડશે. પહેલા તેની તારીખ આગળ વધારવામાં આવી હતી. પરંતુ સરકારે હવે તે આગળ ખેંચવાના મૂડમાં નથી. હવે 15 ફેબ્રુઆરી સુધીમાં તમામ વાહનોએ FASTag સ્ટીકર લગાવવું જરૂરી રહેશે. આ અગાઉ ડિસેમ્બરમાં તેને લાગુ કરવાની સમય મર્યાદા વધારીને 15 ફેબ્રુઆરી 2021 કરવામાં આવી હતી. 

શું છે FASTag?
FASTag  NETC કે National Electronic Toll Collection FASTag ઈલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમ્સની સાથે કામ કરે છે. તેને નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા  (NPCI) એ ડેવલપ કર્યું છે. તે RFID ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ગાડીઓને વગર રોક્યે ઓટોમેટિક રીતે પેમેન્ટ  કલેક્શન કરે છે. જેનાથી તમારે કેશ આપવાની જરૂર રહેતી નથી. આ એક સ્ટિકર છે જે તમારી કારના વિન્ડશીલ્ડથી અંદર જોડાયેલું હોય છે. આ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન (RFID) માં બારકોડ હોય છે જે તમારી ગાડીના રજિસ્ટ્રેશન ડીટેલ સાથે જોડાયેલો હોય છે. 

કેવી રીતે કરે છે કામ?
ફાસ્ટેગ એક એવું સ્ટીકર છે જેને વાહનની વિન્ડસ્ક્રીન પર ચિપકાવી દેવાય છે. ત્યારબાદ ટોલ પ્લાઝા પર કોઈ પણ પ્રકારની કેશ લેવડદેવડ માટે ગાડીઓને રોકવાની જરૂર પડતી નથી. RFID ટેક્નોલોજીથી તે કામ થાય છે. ટોલ પ્લાઝાથી પસાર થવા પર ટોલ અમાન્ટને ફાસ્ટેગ સાથે જોડાયેલા ખાતામાંથી સીધી કાપી લેવાય છે. 

ક્યારથી થઈ શરૂઆત
NHAI એ વર્ષ 2019માં ફાસ્ટેગની શરૂઆત કરી હતી. ત્યારબાદ NHAI મુજબ ટોલ ચૂકવણીમાં ફાસ્ટેગની અત્યાર સુધીની ભાગીદારી 75 થી 80 ટકા થઈ ગઈ છે. તેનો અર્થ એ થયો કે દર 100 વાહનોમાંથી લગભગ 80 વાહન ફાસ્ટેગનો ઉપયોગ કરીને ટોલ પ્લાઝા ચૂકવી રહ્યા છે. કેન્દ્રીય રોડ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક સવાલના જવાબમાં કહ્યું કે ભારતમાં ફાસ્ટેગથી લેવડદેવડ ડિસેમ્બર 2020માં 73.36% સુધી પહોંચી ગઈ છે. આશા છે કે 15 ફેબ્રુઆરી બાદ તે 100 ટકા સુધી પહોંચી જશે. 

આ છે કિંમત
ફાસ્ટેગની કિંમત બે ચીજો પર નિર્ભર કરે છે. પહેલું એ કે વાહનની કેટેગરી અને બીજુ તમે ત્યાંથી ખરીદી રહ્યા છો. એટલે કે તમે તેને કાર, બસ, ટ્રક, જીપ કે કોઈ બીજા વાહન માટે ખરીદી રહ્યા છો. દરેક બેન્કની ફાસ્ટેગની ફી અને સિક્યુરિટી ડિપોઝિટ અંગે અલગ અલગ પોલિસી છે. કાર માટે પેટીએમથી ફાસ્ટેગ 500  રૂપિયામાં ખરીદી શકો છો, આજની તારીખમાં લગભગ દરેક બેન્ક તેની સુવિધા આપે છે. આ ઉપરાંત અનેક મોબાઈલ એપ દ્વારા પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે. પેટીએમ ઉપરાંત અમેઝોન, સ્નેપડીલથી પણ ફાસ્ટેગ ખરીદી શકાય છે. આ સાથે જ દેશની 23 બેન્કો દ્વારા પણ તે ઉપલબ્ધ થઈ શકે છે. આ ઉપરાંત રોડ પરિવહન પ્રાધિકરણ ઓફિસમાં પણ તેનું વેચાણ થાય છે. 

કેટલી છે વેલિડિટી?
ફાસ્ટેગની વેલિડિટી 5 વર્ષ સુધી હોય છે. તેના એકાઉન્ટ માટે તમે જે રિચાર્જ કરાવો છો, તેની કોઈ વેલિડિટી હોતી નથી. જ્યાં સુધી તમારું ફાસ્ટેગ વેલિડ રહે છે ત્યાં સુધી રિચાર્જ વોલેટમાં એક્ટિવ રહી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news