ઇમરાનના આ દુતના કારણે ટળ્યું ભારત-પાકનું યુદ્ધ: ફારુક અબ્દુલ્લાનો દાવો

પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં એકવાર ફરીથી તણાવ જોવા મળી રહ્યો છે. 

ઇમરાનના આ દુતના કારણે ટળ્યું ભારત-પાકનું યુદ્ધ: ફારુક અબ્દુલ્લાનો દાવો

નવી દિલ્હી : પુલવામામાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં એકવાર ફરીથી તણાવ જોવા મળી રહ્યો છે. જો કે નેશનલ કોન્ફરન્સના નેતા ફારુક અબ્દુલ્લા નું માનવું છે કે બંન્ને દેશો વચ્ચે યુદ્ધનું વાતાવર હતું, તેમાં હવે ઘટાડો થયો છે. ફારુકે કહ્યું કે, પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાનના સલાહકારે સુષ્મા સ્વરાજ અને વડાપ્રધાન મોદી સાથે વાત કરી છે તે સારો સંદેશ છે. 

— ANI (@ANI) February 25, 2019

સોમવારે એક કાર્યક્રમને સંબોધિત કરતા પૂર્વ કેન્દ્રીયમંત્રીએ કહ્યું કે, મને આનંદ છે કે પાકિસ્તાની વડાપ્રધાન ઇમરાન ખાને પોતાના સલાહકારને મોકલ્યા હતા, જેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ સાથે ચર્ચા કરી. અમને આશા છે કે જે યુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું તે હવે હળવું પડી રહ્યું છે. 

કોણ છે ઇમરાનના દુત
પાકિસ્તાનમાં સત્તાપક્ષ પાકિસ્તાન તહરીક એ ઇન્સાફ (PTI) એટલે કે ઇમરાન ખાનના સાંસદ રમેશ કુમાર નવક્વાનીએ રવિવારે વડાપ્રદાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે મુલાકાત યોજી હતી. મુલાકાત બાદ મીડિયા સાથે ચર્ચા કરતા તેમણે કહ્યું કે, ભારતમાં મારુ ખુબ જ ઉમળકાથી સ્વાગત કરવામાં આવ્યું તે બદલ આભાર. હું વી.કે સિંહજી, વડાપ્રધાન મોદીને મળ્યો. મે તેમને આશ્વસ્ત કર્યા કે પુલવામા હુમલામાં પાકિસ્તાનનો કોઇ જ હાથ નથી. અમે સકારાત્મક દિશાની તરફ આગળ વધવું જોઇએ, અમે શાંતિ ઇચ્છીએ છીએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે, રમેશ કુમાર વનક્વાની ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદ (ICCR)ની સાથે પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં ભાગ લેવા માટે આવ્યા હતા. આ પ્રતિનિધિમંડળે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ બંન્ને દેશોના સંબંધોમાં રહેલ તણાવ ઘટ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news