મોબાઈલમાં આ બોલીવુડ અભિનેતાના બરાડા સંભળાવીને દીપડાને ભગાડે છે ખેડૂતો

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં હાલ દીપડાના આતંકથી લોકો ખુબ પરેશાન છે. દીપડો અવારનવાર ગ્રામીણોના પશુઓ અને તેમના પર હુમલો કરે છે. આજુબાજુના લગભગ 24 ગામના રહીશો ડરના ઓછાયામાં જીવવા માટે મજબૂર છે. જો કે સ્થાનિક લોકોએ હવે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ રસ્તો શોધી કાઢ્યો છે.

મોબાઈલમાં આ બોલીવુડ અભિનેતાના બરાડા સંભળાવીને દીપડાને ભગાડે છે ખેડૂતો

ઉત્તર પ્રદેશના બિજનૌર જિલ્લામાં હાલ દીપડાના આતંકથી લોકો ખુબ પરેશાન છે. દીપડો અવારનવાર ગ્રામીણોના પશુઓ અને તેમના પર હુમલો કરે છે. આજુબાજુના લગભગ 24 ગામના રહીશો ડરના ઓછાયામાં જીવવા માટે મજબૂર છે. જો કે સ્થાનિક લોકોએ હવે આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે એક અજીબોગરીબ રસ્તો શોધી કાઢ્યો છે. અનેક લોકો એક સાથે ભેગા થઈને ખેતર અને બગીચાઓમાં જાય છે અને ત્યાં પોતાના ફોનમાં ફૂલ વોલ્યુમમાં અભિનેતા સની દેઓલના ડાઈલોગ અને સિંહની ગર્જનાનો અવાજ વગાડે છે. દીપડો ભગાડવાની આ રીત હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. નવાઈની વાત એ છે કે લોકોને આ દીપડો ભગાડવાની આ રીત કામે પણ લાગી રહી છે. 

ગ્રામીણોના જણાવ્યાં મુજબ મોબાઈલમાંથી સિંહની ગર્જનાનો અવાજ આવતા જ દીપડો ભાગવા માટે મજબૂર થઈ જાય છે. જિલ્લામાં અનેક દીપડા છે. જે ગ્રામીણોના પાળતું જાનવરોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે. હવે વન વિભાગ તે દીપડાઓને શોધવા માટે ડ્રોનની મદદ લઈ રહ્યું છે. બીજી બાજુ સ્થાનિક લોકોએ ખૂંખાર જાનવરને ભગાડવા માટે સની દેઓલનો સહારો લીધો છે. સની દેઓલના ફિલ્મી ડાઈલોગ સ્થાનિક ખેડૂતોને આ સમસ્યાના ઉકેલ માટે મદદરૂપ બની રહ્યા છે.

तेंदुओं को डराने के लिए सनी देओल के डायलॉग सुना रहे किसान, आतंक में जी रहे 24 गांव

સની દેઓલના ડાઈલોગ ઉપરાંત ખેડૂતોએ પોતાના ફોનમાં સિંહની ગર્જનાનો અવાજ પણ સેવ કરી લીધો છે. જેના અવાજથી દીપડાઓને ડરાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં સ્થાનિક લોકોના હાથમાં લાકડી અને મોબાઈલમાં સની દેઓલના ડાઈલોગ વાગતા જોઈ શકાય છે. ગ્રામીણોનો દાવો છે કે તેમની આ તરકીબ કામે લાગી રહી છે. મોબાઈલનો અવાજ સાંભળીને દીપડો ભાગી જાય છે. રસપ્રદ વાત એ છે કે ગ્રામીણોના આ પ્રયોગ પર વન વિભાગે પણ મહોર લગાવી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news