Farmers Protest: ફરી મજબૂત થઈ રહ્યું છે કિસાન આંદોલન, રાકેશ ટિકૈતે કરી નવી જાહેરાત

નવા કૃષિ કાયદાને રદ્દ કરવા વિરુદ્ધ શરૂ થયેલા આંદોલનને સાત મહિને પૂરા થઈ ગયા છે, પરંતુ કિસાનોએ પોતાની માંગ યથાવત રાખી છે. આ વચ્ચે બીજીવાર દિલ્હી કૂચની તૈયારીઓ શરૂ થવાના અહેવાલો છે. 

Farmers Protest: ફરી મજબૂત થઈ રહ્યું છે કિસાન આંદોલન, રાકેશ ટિકૈતે કરી નવી જાહેરાત

નવી દિલ્હીઃ નવા કૃષિ કાયદા વિરુદ્ધ જારી કિસાનોનું પ્રદર્શન (Farmers Protest) એકવાર ફરી મજબૂત બની રહ્યું છે. આંદોલનના સાત મહિના પૂરા થવા પર આજે દેશભરમાં સંયુક્ત કિસાન મોર્ચા દ્વારા ખેતી બચાવો-લોકતંત્ર બચાવો દિવસ મનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન કૃષિ કાયદા વિરુદ્ધ પોતાનો વિરોધ નોંધાવતા કિસાનોએ રાજ્યપાલોને મળ્યા અને આવેદન પત્ર આપ્યું હતું. 

દિલ્હી ટ્રેક્ટર વગર માનતી નથી
આ દરમિયાન ભારતીય કિસાન યુનિયન (BKU) ના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યુ- અમારા જે પદાધિકારીઓને ઝડપવામાં આવ્યા છે તેને તિહાડ જેલ મોકલો અથવા રાજ્યપાલ સાથે તેની મુલાકાત કરાવો. અમે આગળ જણાવીશું કે દિલ્હીની શું સારવાર કરવી છે. દિલ્હી ટ્રેક્ટર વગર માનતી નથી. લડાઈ ક્યાં થશે. સ્થાન અને સમય શું હશે તે નક્કી કરી મોટી ક્રાંતિ થશે. તેમણે કહ્યું કે, સંસદ તો કિસાનોની હોસ્પિટલ છે. ત્યાં અમારી સારવાર થશે. અમને જાણવા મળ્યું છે કે કિસાનોની સારવાર એમ્સથી સારી સંસદમાં થાય છે. અમે અમારી સારવાર ત્યાં કરાવીશું. જ્યારે પણ દિલ્હી જવાનું થશે સંસદ જશું. 

ભાજપને સજા આપવી જોઈએ- SKM
તમને જણાવી દઈએ કે દિલ્હીની સરહદો પર આશરે 10 કિસાન સંગઠન 'સંયુક્ત કિસાન મોર્ચા' (એસકેએમ) ની હેઠળ પ્રદર્શન કરી રહ્યાં છે. એસકેએમે દાવો કર્યો કે હરિયાણા, પંજાબ, કર્ણાટક, ઉત્તરાખંડ, મધ્ય પ્રદેશ તથા તેલંગણા સહિત કેટલાક રાજ્યોમાં પ્રદર્શન દરમિયાન કિસાનોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. ત્યારબાદ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરના હાલના નિવેદનોને ચોંકાવનારા ગણાવતા કિસાન સંગઠને કહ્યું કે, કિસાન નેતા કૃષિ કાયદામાં નિરર્થક સંશોધનની માંગ કરી રહ્યાં નથી. તેમણે કહ્યું કે, લોકોએ ભાજપને સજા આપવી જોઈએ. 

9 અને 24 જુલાઈએ પણ થશે ટ્રેક્ટર રેલી
કિસાન નેતાએ કહ્યું કે, આજની બેઠકમાં અમે અમારા આંદોલનને મજબૂત કરવાનો નિર્ણય લીધો છે. અમે વધુ બે રેલીઓ કરવાનું નક્કી કર્યું છે. 9 જુલાઈએ ટ્રેક્ટર રેલી થશે જેમાં શામલી અને ભાગપતના લોકો હાજર રહેશે અને 10 જુલાઈએ સિંધુ બોર્ડર પહોંચશે. તો બીજી ટ્રેક્ટર રેલી 24 જુલાઈના થશે, જેમાં બિજનૌર અને મેરઠના લોકો સામેલ થશે. 24 જુલાઈની રાત્રે તે મેરઠ ટોલ પર રોકાશે અને 25 જુલાઈએ રેલી ગાઝીપુર બોર્ડર પહોંચશે. 

કિસાનોએ આંદોલન સમાપ્ત કરવું જોઈએ
તો કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ટ્વીટ કર્યુ- કિસાનોએ પોતાનું આદોલન સમાપ્ત કરવુ જોઈએ. દેશભરમાં ઘણા લોકો આ નવા કાયદાના પક્ષમાં છે. તેમ છતાં કિસાનોને કાયદાની જોગવાઈઓની સાથે સમસ્યા છે. ભારત સરકાર તેમને સાંભળવા અને તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છે. તેમણે કહ્યું કે, સરકારે વિરોધ કરી રહેલા કિસાન સંગઠનો સાથે 11 તબક્કાની વાતચીત કરી છે.  સરકારે એમએસપીમાં વધારો કર્યો છે અને એમએસપી પર વધુ માત્રામાં ખરીદી કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news