Farmer Protest LIVE: ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા કૃષિમંત્રી નરેન્દ્ર તોમર
દેશની રાજધાની દિલ્હીની બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે. આ બધા વચ્ચે કૃષિમંત્રી નરેન્દ્ર તોમર ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની બોર્ડર પર ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) ચાલુ છે. આ બધા વચ્ચે કૃષિમંત્રી નરેન્દ્ર તોમર ગૃહમંત્રી અમિત શાહને મળવા માટે પહોંચ્યા છે. સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ આ મુલાકાત ખેડ઼ૂત આંદોલન અંગે થઈ રહી છે. ખેડૂત સંગઠનો અને સરકાર વચ્ચે ગતિરોધ યથાવત છે.
અત્રે જણાવવાનું કે ખેડૂત આંદોલનના કારણે દિલ્હીની સિંઘુ બોર્ડર પર ટ્રાફિક જામ છે. દિલ્હી-બહાદુરગઢના ટિકરી બોર્ડર ઉપર પણ ખેડૂતોએ જામ કરી નાખ્યો છે. આ ઉપરાંત દિલ્હી ગેટ ઉપર પણ લાંબો ટ્રાફિક જામ છે. જો કે દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર કોઈ પણ પ્રકારનો જામ નથી.
આ બાજુ ખેડૂતોના આંદોલન વચ્ચે ભારતીય કિસાન યૂનિયન (BKU)ના નેતા રાકેશ ટિકૈતે ZEE NEWSને કહ્યું કે સરકારની નિયત પર સવાલ ઉઠી રહ્યા છે. જ્યારે સરકારની નિયત ચોખ્ખી હશે ત્યારે ઉકેલ આવી જશે. બુરાડી કોઈ વ્હાઈટ હાઉસ નથી કે ખેડૂતો ત્યાં જાય.
બુરાડી ગ્રાઉન્ડ પર બેઠેલા પંજાબથી આવેલા એક ખેડૂતે કહ્યું કે અહીં રહીને કોઈ ફાયદો નથી. અમે કાળો કાયદો રદ કરાવવા માટે આવ્યા છીએ. અમે દિલ્હીની તમામ બોર્ડર બંધ કરી દઈશું. અમારી પાસે 6 મહિના સુધીનું રાશન છે. અમને તમારા ભોજનની કોઈ જરૂર નથી. મત માંગવા માટે ગૃહમંત્રી અને પ્રધાનમંત્રી પાસે સમય છે પરંતુ અમને મળવા માટે નથી. અમે તેમના હુક્કા પાણી બંધ કરી દઈશું.
દિલ્હી બોર્ડર પર છે કિસાનો
કિસાન આંદોલનના પાંચ દિવસ બાદ પણ કિસાનોનો ગુસ્સો ઓછો થઈ રહ્યો નથી. સરકાર વાતચીત માટે તૈયાર છે પરંતુ કિસાન દિલ્હી બોર્ડર પર છે અને કહ્યું કે, વાતચીત અહીં થશે. કિસાન ન તો દિલ્હી પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલા પ્રદર્શન સ્થળ થઈ રહ્યાં છે ન દિલ્હી બોર્ડરથી હટી રહ્યાં છે. કિસાનોની આ જાહેરાત બાદ સરકારની ચિંતા વધી ગઈ છે.
ઓછો નથી થઈ રહ્યો કિસાનોનો ગુસ્સો
દિલ્હી-યૂપી બોર્ડર એટલે કે ગાઝીપુર બોર્ડર પર કિસાનોએ ટ્રેક્ટર પર જ પોતાનું ઘર બનાવી લીધું છે. ઠંડીથી બચવા માટે ધાબળા પણ લાવ્યા છે. રસ્તા પર તાપણા પણ કરવામાં આવી રહ્યાં છે. સાથે કિસાનોનો ગુસ્સો પણ વધી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે