Farmers Protest: સરકાર સાથે વાતચીત પહેલા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન, 26મી જાન્યુઆરીની તૈયારી
Trending Photos
નવી દિલ્હી: નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો પર ડટેલા ખેડૂતો દિલ્હીના બહારના વિસ્તારોમાં ટ્રેક્ટર માર્ચ કાઢી રહ્યા છે. ખેડૂતો પોતાની ટ્રેક્ટર માર્ચ સિંધુ બોર્ડરથી ટીકરી, ટીકરીથી શાહજહાપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢી રહ્યા છે. ખેડૂતો આ માર્ચને 26 જાન્યુઆરીના રોજ થનારી ટ્રેક્ટર પરેડનું રિહર્સલ ગણાવે છે. અત્રે જણાવવાનું કે ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની ચેતવણી આપી છે.
અમે સરકારને ચેતવણી આપવા કાઢી રહ્યા છે રેલી
કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું કે અમે સરકારને ચેતવણી આપવા માટે રેલી કાઢી રહ્યા છીએ. 26 જાન્યુઆરીના રોજ અમે ટ્રેક્ટરની પરેડ કાઢીશું. તેમણે કહ્યું કે અમે મે 2024 સુધી આંદોલન માટે તૈયાર છીએ.
Farmers protesting against the three farm laws hold tractor rally at Burari in Delhi pic.twitter.com/UcnGSafiNH
— ANI (@ANI) January 7, 2021
દિલ્હીમાં પ્રવેશ નહીં કરે ટ્રેક્ટર માર્ચ
ભારતીય કિસાન યુનિયનના રાષ્ટ્રીય પ્રવક્તા રાકેશ ટિકૈતે કિસાન રેલી અંગે જાણકારી આપી અને કહ્યું કે ટ્રેક્ટર રેલીનો એક જથ્થો ડાસનાથી અલીગઢવાળા રૂટ પર જશે જ્યારે બીજો જથ્થો નોઈડાથી પલવલ રૂટ પર જશે. અમે પ્રશાસનને અમારા રૂટ અંગે જણાવી દીધુ છે. આ સાથે જ તેમણે કહ્યું કે ટ્રેક્ટર રેલી દિલ્હીમાં પ્રવેશ કરશે નહીં અને ડાસના તથા પલવલ સુધી યાત્રા કર્યા બાદ સંબંધિત સીમાઓ પર પૂરી થઈ જશે.
ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન
નોઈડા પોલીસે કહ્યું કે ટ્રેક્ટર માર્ચને જોતા કુંડલી-ગાઝિયાબાદ-પલવલ કે ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર ડાયવર્ઝન કરવામાં આવશે. પોલીસે પોતાના નિવેદનમાં જણાવ્યું કે બીલ અકબરપુર અને સિરસા કટથી પલવલ તરફ જનારી ગાડીઓને બપોરે 12 વાગ્યાથી બપોર બાદ 3 વાગ્યા સુધી ઈસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે પર જવાની મંજૂરી હશે નહીં. આ ઉપરાંત સિરસા કટ અને બીલ અકબરપુરથી સોનીપત તરફ જનારી ગાડીઓ બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી એક્સપ્રેસ વે પર જઈ શકશે નહીં.
#WATCH Tractor rally by farmers at Haryana's Palwal; farmers protesting at Palwal are heading towards Singhu border pic.twitter.com/pDUFqs0MrW
— ANI (@ANI) January 7, 2021
8 જાન્યુઆરીએ થવાની છે 8માં રાઉન્ડની વાતચીત
કૃષિ કાયદાઓ સામે પ્રદર્શન કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે સોમવારે થયેલી સાતમા રાઉન્ડની વાતચીતનું પણ કોઈ પરિણામ આવ્યું નહીં. કિસાન સંગઠન બેઠકમાં કાયદાને સંપૂર્ણ રીતે રદ કરવાની માગણી પર અડી રહ્યાં જ્યારે સરકાર કાયદાની ખામીઓવાળા પોઈન્ટ પર ચર્ચા કરવા માંગતી હતી. ખેડૂતો અને સરકાર વચ્ચે આગામી રાઉન્ડની બેઠક હવે 8 જાન્યુઆરીએ થશે.
છઠ્ઠા રાઉન્ડની વાતચીતમાં આ મુદ્દાઓ પર થઈ હતી વાતચીત
ખેડૂતો અને કેન્દ્ર સરકાર વચ્ચે 30 ડિસેમ્બરે થયેલી છઠ્ઠા રાઉન્ડની વાતચીતમાં વીજળી દરોમાં વધારો અને પરાલી બાળવા પર દંડને લઈને ખેડૂતોની જે ચિંતા હતી તેના ઉકેલ પર કેટલીક સહમતિ બની પરંતુ બે મોટા મુદ્દાઓ પર ગતિરોધ યથાવત રહ્યો. ખેડૂતોની માંગણી છે કે એમએસપી પર કાનૂની ગેરંટી લાવવામાં આવે અને ત્રણેય નવા કૃષિ કાયદા રદ કરવામાં આવે.
સુપ્રીમ કોર્ટમાં 11 જાન્યુઆરીએ સુનાવણી
સુપ્રીમ કોર્ટે બુધવારે કૃષિ કાયદા રદ કરવા અને ખેડૂતોના પ્રદર્શનો વિરુદ્ધ દાખલ થયેલી અરજી પર સુનાવણી 11 જાન્યુઆરી સુધી સ્થગિત કરી દીધી. ચીફ જસ્ટિસ એસ એ બોબડેની પેન્ચે કહ્યું કે અમે ખેડૂતોની સ્થિતિ સમજી રહ્યા છીએ. આ સાથે જ કોર્ટે સરકારને કહ્યું કે સ્થિતિમાં કોઈ સુધાર નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે