Farmers Protest: દિલ્હીની બોર્ડર પર પોલીસ વગાડે છે આ ગીત, અકળાઈને ખેડૂતોએ કહ્યું- 'બંધ કરો'
Farmers Protest: ખેડૂતો સતત આ ડીજે બંધ કરાવવાની માગણી કરી રહ્યા છે.
Trending Photos
નવી દિલ્હી: કૃષિ કાયદા (Farm Laws) પાછા ખેંચવાની માંગણી લઈને ખેડૂતો દિલ્હી (Delhi) ની સરહદો પર આંદોલન કરી રહ્યાં છે. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને દિલ્હીની સરહદો પર પોલીસફોર્સ તૈનાત કરાઈ છે. આ દરમિયાન પોલીસકર્મીઓનો જુસ્સો વધારવા માટે સિંઘુ બોર્ડર (Singhu Border) પર ઠેર ઠેર ડીજે લગાવવામાં આવ્યા છે અને ફિલ્મ બોર્ડરનું ગીત સંદેશે આતે હૈ.. વગાડવામાં આવે છે. પરંતુ ખેડૂતો સતત આ ડીજે બંધ કરાવવાની માગણી કરી રહ્યા છે.
દિલ્હી (Delhi) ની બોર્ડર પર પ્રદર્શન કરી રહેલા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિ પંજાબના પ્રદેશ અધ્યક્ષ સતનામ સિંહ પન્નૂ, પ્રદેશ મહાસચિવ સરવન સિંહ પંઢેર, પ્રદેશ ઉપાધ્યક્ષ સવિન્દ્ર સિંહ ચતાલાએ લેખિત નિવેદન બહાર પાડ્યું છે. આ નિવેદનમાં કેન્દ્ર સરકાર પાસે ખેડૂતો સાથે વાતચીત અગાઉ તમામ ધરપકડ કરાયેલા ખેડૂતોને છોડી મૂકવા, બેરિકેડિંગ સાથે જ પાણી, ઈન્ટરનેટ અને વોશરૂમ પરથી પ્રતિબંદ હટાવવાની માગણી કરાઈ છે. ખેડૂત નેતાઓએ આ સાથે જ પંડાલની નજીક પોલીસ દ્વારા વગાડવામાં આવતા ડીજે પણ બંધ કરાવવાની માગણી કરી છે. કહ્યું છે કે તેનાથી સ્થિતિ સામાન્ય સ્થિતિ બહાલ થઈ શકશે. નોંધનીય છે કે પોલીસકર્મીઓનો જુસ્સો વધારવા માટે સિંઘુ બોર્ડર (Singhu Border) પર ઠેર ઠેર દિલ્હી પોલીસે ડીજે લગાવ્યા છે.
અત્રે જણાવવાનું કે રાજધાની દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે થયેલી હિંસા બાદ ખેડૂતો આંદોલન (Farmers Protest) નબળું પડવા લાગ્યું હતું પરંતુ રાકેશ ટિકૈતના આંસુથી મુઝફ્ફરનગરમાં મહાપંચાયતનું આયોજન થયું અને ત્યારબાદ ભારે સંખ્યામાં ખેડૂતો ગાઝીપુર બોર્ડર પહોંચવા લાગ્યા. આ સાથે જ અન્ય સરહદો પર પણ ખેડૂતોનો જમાવડો થવા લાગ્યો. આ સરહદો સંલગ્ન વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવાઓ પણ પ્રતિબંધિત કરી દેવાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે