Delhi: ખેડૂતોના હિંસક પ્રદર્શન વચ્ચે એક સરદારે બચાવ્યો પોલીસકર્મીનો જીવ, Viral થયો Video

નવા કૃષિ કાયદા  (New Agriculture Laws)  વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આઈટીઓ (ITO) પાસે હિંસા કરી. ખેડૂતોએ પોલીસ બેરિકેડિંગ તોડી અને પથ્થરમારો કર્યો. આ ઉપરાંત તેમણે પોલીસ ટીમ પર લાકડી અને ડંડા તથા તલવારોથી હુમલો કર્યો. 
Delhi: ખેડૂતોના હિંસક પ્રદર્શન વચ્ચે એક સરદારે બચાવ્યો પોલીસકર્મીનો જીવ, Viral થયો Video

નવી દિલ્હી: નવા કૃષિ કાયદા  (New Agriculture Laws)  વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આઈટીઓ (ITO) પાસે હિંસા કરી. ખેડૂતોએ પોલીસ બેરિકેડિંગ તોડી અને પથ્થરમારો કર્યો. આ ઉપરાંત તેમણે પોલીસ ટીમ પર લાકડી અને ડંડા તથા તલવારોથી હુમલો કર્યો. 

એક સરદારે પોલીસના જવાનનો જીવ બચાવ્યો
આ બધા વચ્ચે દિલ્હીના આઈટીઓનો એક વીડિયો પણ સોશીયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સરદાર દિલ્હી પોલીસ (Delhi Police) ના એક જવાનને પ્રદર્શનકારીઓ (Protesters) થી બચાવતો જોવા મળી રહ્યો છે. જ્યારે પ્રદર્શન કરી રહેલા અન્ય લોકો પોલીસકર્મી સાથે મારપીટ કરવા માંગતા હતા. 

— ANI (@ANI) January 26, 2021

હિંસક થયું ખેડૂતોનું આંદોલન
ખેડૂતો દિલ્હીમાં ગણતંત્ર દિવસ (Republic Day 2021) ના અવસરે ટ્રેક્ટર પરેડ  (Tractor Parade) કરવા માંગતા હતા. આ માટે દિલ્હી પોલીસે શરતો સાથે મંજૂરી આપી હતી. કોઈ પણ અપ્રિય ઘટનાથી બચવા માટે દિલ્હી પોલીસે  (Delhi Police) પૂરેપૂરી તૈયારી કરી હતી. અને ખેડૂતોએ પણ શાંતિપૂર્ણ રેલી કાઢવાનું વચન આપ્યું હતું. પરંતુ દિલ્હીના બોર્ડર વિસ્તારો પર જમા થયા બાદ ખેડૂતોએ હિંસા શરૂ કરી દીધી અને આઈટીઓ સ્થિત પોલીસ હેડક્વાર્ટર પહોંચી ગયા. 

62 દિવસથી ચાલુ છે ખેડૂતોનું પ્રદર્શન
નવા કૃષિ કાયદા (New Agriculture Laws) વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન (Farmers Protest) છેલ્લા 62 દિવસથી ચાલુ છે અને ખેડૂતો સતત ત્રણ કાયદા રદ કરવાની માગણી કરી રહ્યા છે. ખેડૂતોની માગણી છે કે એમએસપી માટે કાયદાકીય ગેરંટી આપવામાં આવે અને ત્રણેય કૃષિ કાયદા રદ કરવામાં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news