Farmers Protest: દિલ્હી તરફ કૂચ કરશે 200 કિસાન સંગઠન, કલમ 144, ટ્રાફિક એડવાઇઝરી જાહેર

Delhi Farmers Protest: કિસાન નેતા સુખવિંદર સિંહ સભરાએ દાવો કર્યો છે કે મંગળવારે 200 કિસાન યુનિયન દિલ્હી તરફ કૂચ કરશે. દિલ્હીમાં એક મહિના માટે કલમ 144 લાગૂ છે. 

Farmers Protest: દિલ્હી તરફ કૂચ કરશે 200 કિસાન સંગઠન, કલમ 144, ટ્રાફિક એડવાઇઝરી જાહેર

નવી દિલ્હીઃ ખેડૂતોએ ફરી એકવાર સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનનું બ્યુગલ ફૂંકી દીધું છે.. પંજાબ-હરિયાણા સહિત ઘણા રાજ્યોના ખેડૂતો દિલ્લી કૂચ કરવા આગળ વધી રહ્યા છે.. ખેડૂતોએ આ આંદોલનને ચલો દિલ્લી નામ આપ્યું છે પરંતુ હકીકતમાં આ આંદોલનને ખેડૂત આંદોલન 2.0 કહેવામાં આવી રહ્યું છે.. લોકસભા ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ જ રહ્યા છે ત્યારે ખેડૂતોના આ આંદોલનની શું થશે અસર,, જોઈએ આ રિપોર્ટમાં.. 

ચલો દિલ્લીના નામે શરૂ થયેલા ખેડૂતોના બીજા આંદોલનને પહોંચી વળવા માટે અને દિલ્લીમાં ખેડૂતોને પ્રવેશ ના આપવા માટે કેન્દ્ર સરકારની આ તૈયારીના દ્રશ્યો છે.. દિલ્લી પોલીસે દિલ્લીને અડીને આવેલી તમામ બોર્ડર પર સુરક્ષાની સાથે અનેક રસ્તાઓ પણ બંધ કરી દીધા છે..

સિંઘુ બોર્ડર પર પોલીસની તૈયારીના આ ડ્રોન દ્રશ્યો જુઓ.. કેવી રીતે આંદોલનના દિલ્લીમાં હિંસા ન ફેલાય એ માટે સુરક્ષા વ્યવસ્થા કરી દેવામાં આવી છે.. સિંઘુ બોર્ડરના નજીક કેટલાક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે જ્યારે અન્ય રસ્તાઓ પર સિમેન્ટના બેરિકેડિંગથી રસ્તાઓ બંધ કરવામાં આવી રહ્યા છે.. 

રાજધાની દિલ્લીમાં આંદોલનકારી ખેડૂતો પ્રવેશ ન કરે એ માટે  કેન્દ્રીય સુરક્ષાદળની પણ મદદ લેવામાં આવી છે.. સિંઘુ બોર્ડર પર RAF, રાયોટ કન્ટ્રોલ વેહિકલ, વજ્ર, CRPF સહિતનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે.. એટલું જ નહીં સિંઘુ બોર્ડર પર મહિલા પોલીસ અધિકારીઓને પણ મોટી માત્રામાં તૈનાત કરવામાં આવ્યા છે.. દિલ્લી પોલીસ કમિશનર સંજય અરોરાએ સિંઘુ બોર્ડરની મુલાકાત લઈને પોલીસની તૈયારીઓની સમીક્ષા કરી હતી.. આ દ્રશ્યો પરથી એટલું તો સ્પષ્ટ નક્કી થાય છેકે, સરકાર આંદોલનના નામે દેશની રાજધાનીમાં હિંસા ફેલાવવા માટે કોઈપણ પ્રકારનો મોકો આપવા માગતી નથી.. 

પંજાબ અને હરિયાણાના સૌથી વધુ ખેડૂતો દિલ્લી કૂચ કરવાની તૈયારીમાં છે એવામાં દિલ્લીની આસપાસના રાજ્યોમાં પણ આંદોલનને લઈને ખળભળાટ જોવા મળી રહ્યો છે.ખેડૂતોના આંદોલનને લઈને દિલ્લીમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે..પંજાબના 15 જિલ્લાઓમાં ધારા 144 લાગુ કરવામાં આવી છે.. દિલ્લીની તમામ બોર્ડર પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે.. સોશ્યલ મીડિયા પર સુરક્ષા એજન્સીઓ સતત નજર રાખી રહી છે.. 

એક તરફ દિલ્લીની પોલીસ અને સુરક્ષા દળ શહેરની બોર્ડર સીલ કરી રહ્યા છે તો બીજી તરફ ખેડૂતો દિલ્લી કૂચ માટે સતત આગળ વધી રહ્યા છે..આ દ્રશ્યો પંજાબના ફતેગઢ સાહિબના છે જ્યાં ખેડૂતો હાલ પહોંચી રહ્યા છે.. એટલે કે, દિલ્લીથી ખેડૂતો હવે માત્ર એક દિવસની દૂરી પર છે..

ઓલ ઈન્ડિયા ખેડૂત સભાએ પણ ખેડૂતોના આ આંદોલનથી દૂરી બનાવી છે, જોકે, સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ આગામી 16 ફેબ્રુઆરી રાષ્ટ્રવ્યાપી બંધનું આહ્વાન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ખેડૂતો અને મજૂરો હડતાળ કરશે અને કામકાજ બંધ રાખશે.. હવે જોવું એ રહ્યું કે, 16 તારીખ પહેલાં ખેડૂતોનું આ આંદોલન શાંત કરવામાં સરકાર સફળ થશે કે પછી લોકસભા ચૂંટણી પહેલાં આ આંદોલન ફરી 2021નું પૂનરાવર્તન કરશે.. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news