લોકડાઉનમાં મજૂરોને ફ્લાઈટમાં ઘરે મોકલનારા ખેડૂતે કરી આત્મહત્યા, વિગતો જાણી રડી પડશો

Farmer Found Dead: કોવિડ-19 મહામારી દરમિયાન બિહારના મજૂરોને ઘરે મોકલવા માટે ફ્લાઈટની ટિકિટ ખરીદનારા ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. પપ્પન સિંહ ગહલોતે મંગળવારે સાંજે ઉત્તર દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા તિગીપુર ગામ સ્થિત પોતાના ઘરેમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. ગહલોત લોકડાઉન સમયે ખુબ ચર્ચામાં હતા. તેમણે પોતાના મજૂરોને ફ્લાઈટથી બિહાર મોકલ્યા હતા. જેથી કરીને કોવિડ-19 મહામારી દરમિયાન પોતાના પરિવારને મળી શકે. અનેક લોકો તેમને દિલ્હીના સોનુ સૂદ  કહેતા હતા.

લોકડાઉનમાં મજૂરોને ફ્લાઈટમાં ઘરે મોકલનારા ખેડૂતે કરી આત્મહત્યા, વિગતો જાણી રડી પડશો

Farmer Found Dead: કોવિડ-19 મહામારી દરમિયાન બિહારના મજૂરોને ઘરે મોકલવા માટે ફ્લાઈટની ટિકિટ ખરીદનારા ખેડૂતે આત્મહત્યા કરી લીધી છે. પપ્પન સિંહ ગહલોતે મંગળવારે સાંજે ઉત્તર દિલ્હીના બહારના વિસ્તારમાં આવેલા તિગીપુર ગામ સ્થિત પોતાના ઘરેમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. પોલીસે જણાવ્યું કે સાંજે લગભગ પાંચ વાગે તેમને ઘટનાની સૂચના મળી. ગહલોતે એક આત્મહત્યા પણ છોડી છે. જેમાં તેમણે બીમારીને આત્મહત્યાનું કારણ ગણાવ્યું છે. 

તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે નજીકની હોસ્પિટલ મોકલી દેવાયો. ગહલોત લોકડાઉન સમયે ખુબ ચર્ચામાં હતા. તેમણે પોતાના મજૂરોને ફ્લાઈટથી બિહાર મોકલ્યા હતા. જેથી કરીને કોવિડ-19 મહામારી દરમિયાન પોતાના પરિવારને મળી શકે. અનેક લોકો તેમને દિલ્હીના સોનુ સૂદ  કહેતા હતા. પોલીસના જણાવ્યાં મુજબ મશરૂમની ખેતી કરનારા ખેડૂત પપ્પન સિંહ ગહલોત (55) મંગળવારે સાંજે લગભઘ પાંચ વાગે તિગીપુર ગામમાં પોતાના ઘરની સામે આવેલા શિવ મંદિરમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા. 

માધુરી દિક્ષીતે પણ સાંભળી હતી તેમની કહાની
બોલીવુડ અભિનેત્રી માધુરી દિક્ષીતે પણ રેડિયો પર તેમની કહાની સાંભળી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવી રીતે તેમણે લોકોની મદદ કરી હતી. ગહલોતના પરિવારમાં તેમના પત્ની અને એક પુત્રી છે. પોલીસના જણાવ્યાં મુજબ ગહલોત રોજ મંદિર જતા હતા. જો કે મંગળવારે સાંજે પૂજારીએ તેમનો મૃતદેહ પંખાથી લટકતો જોયો અને પોલીસને જાણ કરી. 

બ્લડ પ્રેશર અને શુગરથી પરેશાન હતા
પોલીસના જણાવ્યાં મુજબ ઘટનાસ્થળેથી એક સ્યૂસાઈડ નોટ મળી છે. જે મુજબ તેમણે બ્લડ પ્રેશર અને શુગરનું લેવલ વધુ હોવાની સમસ્યાના કારણે આત્મહત્યા કરી. તેમણે કહ્યું કે ગહલોતના પરિવારના સભ્યોએ કોઈ શંકા વ્યક્ત કરી નથી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બીજેઆરએમ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news