Farmers Protest: રાકેશ ટિકૈતે કહ્યુ અમે હટવાના નથી, ગાઝીપુર બોર્ડર પર ટકરાવની આશંકા

ભારતીય કિસાન યુનિયન  (BKU) નેતા રાકેશ ટિકૈત  (Rakesh Tikait) એ સરેન્ડર કરવાનો ઇનકાર કરી દીધો છે. તેણે કહ્યુ કે, તે ગુનેગાર નથી, તે સરેન્ડર નહીં કરે, આ પહેલા સમાચાર આવ્યા હતા કે તે ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પર ટિકૈત આત્મસમર્પણ કરી શકે છે.

Farmers Protest: રાકેશ ટિકૈતે કહ્યુ અમે હટવાના નથી, ગાઝીપુર બોર્ડર પર ટકરાવની આશંકા

નવી દિલ્હીઃ ભારતીય કિસાન યુનિયન  (BKU) નેતા રાકેશ ટિકૈત  (Rakesh Tikait) એ સરેન્ડર કરવાનો ઇનકાર કરી દીધો છે. તેણે કહ્યુ કે, તે ગુનેગાર નથી, તે સરેન્ડર નહીં કરે, આ પહેલા સમાચાર આવ્યા હતા કે તે ગાઝીપુર બોર્ડર (Ghazipur Border) પર ટિકૈત આત્મસમર્પણ કરી શકે છે. ગુરૂવારે સાંજે ટિકૈતે કહ્યુ, કિસાનોનું આંદોલન યથાવત રહેશે. લાલ કિલ્લા પર હિંસા ફેલાવી તેની તપાસ થાય. સુપ્રીમ કોર્ટ (Supreme Court) આ ઘટનાની તપાસ કરે. 

રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમારી સાથે છેતરપિંડી થઈ છે, એક કોમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તિરંગાનું અપમાન ખોટુ છે, દીપ સિંદ્ધૂનું કનેક્શન કોની સાથે છે, સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ આ વાતની તપાસ કરવી જોઈએ. રાકેશ ટિકૈતે રડતા-રડતા કહ્યુ કે, જો કેન્દ્ર સરકાર કૃષિ કાયદા પરત લેશે નહીં તો હું આત્મહત્યા કરી લઈશ. 

ગાઝીપુર બોર્ડર પર ટકરાવની આશંકા
એક તરફ પ્રશાસન જ્યાં ગાઝીપુર બોર્ડર ખાલી કરાવવામાં લાગેલું છે તો રાકેશ ટિકૈતે કહ્યુ કે, તે હટશે નહીં. પ્રશાસન અને રાકેશ ટિકૈત આમને-સામને છે. ત્યારબાદ ટકરાવની આશંકા વધી ગઈ છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે, પોલીસ અમને ઈચ્છે તો ગોળી મારી દે, અમે હટવાના નથી. તેમણે કહ્યું કે, અમે માત્ર સરકાર સાથે વાત કરીશું. અમે યુપી પોલીસ-તંત્ર સાથે વાત કરવાના નથી. ભાજપના લોકો અહીં શું કરી રહ્યાં છે. 

રાકેશ ટિકૈતને મળ્યો અજિત સિંહનો સાથ
પ્રશાસનના નિશાને આવેલા કિસાન નેતા રાકેશ ટિકૈતને RLDનો સાથ મળ્યો છે. RLD નેતા અજિત સિંહે રાકેશ ટિકૈત સાથે વાત કરી છે અને કહ્યું કે, તમે ચિંતા ન કરો, બધા તમારી સાથે છે. અજિત સિંહ અને રાકેશ ટિકૈતની વાતચીતની જાણકારી અજિત સિંહના પુત્ર જયંત ચૌધરીએ આપી છે. તેમણે કહ્યું કે, ચૌધરી અજિત સિંહે નરેશ ટિકૈત અને રાકેશ ટિકૈત સાથે વાત કરી છે. અજિત સિંહે સંદેશ આપ્યો કે ચિંતા ન કરો, કિસાન માટે જીવન મરણનો પ્રશ્ન છે. બધાએ એક થવાનું છે, સાથે રહેવાનું છે. 

વધુ બે સંગઠનોએ સમાપ્ત કર્યુ આંદોલન
હિંસા બાદ કિસાનોનું આંદોલન નબળુ પડી ગયું છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર સાથે મુલાકાત બાદ વધુ બે કિસાન સંગઠનોએ પોતાનું આંદોલન સમાપ્ત કરી દીધુ છે. આંદોલન સમાપ્ત કરનાર સંગઠનોમાં ભારતીય કિસાન યુનિયન (એકતા) અને ભારતીય કિસાન યુનિયન (લોકશક્તિ) છે. 

ગાઝીપુર બોર્ડર બન્ને તરફથી બંધ
ગાઝીપુર બોર્ડરને બન્ને તરફથી બંધ કરી દેવામાં આવી છે. ટ્રાફિક પોલીસે લોકોને ગાઝીપુર ન જવાની સલાહ આપી છે. ટ્રાફિકને રોડ નંબર 56, અક્ષરધામ અને નિઝામુદ્દીન માટે ડાયવર્ડ કરી દેવામાં આવ્યો છે. ટ્રાફિક પોલીસે NH-9, NH-24થી બચવાની સલાહ આપી છે. 

પ્રશાસને તમામ સુવિધાઓ હટાવી
ગાઝીપુર બોર્ડર પર પ્રશાસને તમામ સુવિધાઓ હટાવી દીધી છે. પ્રશાસનની આ કાર્યવાહી પર રાકેશ ટિકૈતે કહ્યુ કે, દેશે મને ઝંડો આપ્યો તો પાણી પણ આપશે. તેમણે કહ્યું કે, હું ગાઝિયાબાદનું પાણી પીવાનો નથી. ગામ લોકો લઈને આવશે ત્યારે પાણી લઈશ. આ વચ્ચે ગાઝીપુર બોર્ડર પર કલમ 144 લગાવી દેવામાં આવી છે. 

રાકેશ ટિકૈતે આત્મહત્યાની ધમકી આપી
કિસાન નેતા રાકેશ ટિકૈતે આત્મહત્યાની ધમકી આપી છે. મીડિયા સાથે વાતચીતમાં તેમણે રડતા-રડતા કહ્યુ કે, જો ત્રણેય કૃષિ કાયદાને પરત લેવામાં આવશે નહીં તો હું આત્મહત્યા કરી લઈશ. મને કંઈ થયું તો તંત્ર તેનું જવાબદાર હશે. તેમણે કહ્યું કે, હું કિસાનોને બરબાદ થવા દઈશ નહીં. 

પ્રશાસન અને ટિકૈતની વાર્તા ફેલ
ગાઝીપુર બોર્ડર પર પ્રશાસન અને રાકેશ ટિકૈત વચ્ચે થઈ રહેલી વાર્તા ફેલ થઈ ગઈ છે. રાકેશ ટિકૈતે આરોપ લગાવ્યો કે, ભાજપના ધારાસભ્ય પોલીસની સાથે આવ્યા છે, તેની ગુંડાગર્દી ચાલશે નહીં. 

રાકેશ ટિકૈત ભાજપ પર લગાવ્યા આરોપ
ગાઝીપુર બોર્ડર પર રાકેશ ટિકૈતે કહ્યુ કે, તે સરેન્ડર કરવા ઈચ્છતા હતા, પરંતુ ભાજપના ધારાસભ્યએ અમારા લોકોની સાથે મારપીટ કરી છે. અમને રસ્તામાં મારવાનું પ્લાનિંગ છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમે હવે અહીંથી હટવાના નથી. 

ગાઝીપુર બોર્ડર ખાલી કરે કિસાનઃ એસીપી
ગાઝીપુર બોર્ડર પર તૈનાત પ્રીત વિહારના એસીપી વીરેન્દ્ર પુંજે કહ્યુ કે, કિસાનોએ સામેથી ગાઝીપુર બોર્ડર ખાલી કરી દેવી જોઈએ. અમે તો શાંતિની અપીલ પહેલા પણ કરી હતી, આજે પણ કરીએ છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news