OMG! ટામેટાં વેચીને ફક્ત 30 દિવસમાં કરોડપતિ બની ગયો આ ખેડૂત, વિગતો ખાસ જાણો
Tomato Price: આજ કાલ ટામેટાંના ભાવ લોકોને રડાવી રહ્યા છે. પરંતુ ખેડૂતોને તેનો સારો એવો ફાયદો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા એક ખેડૂત તુકારામ ગાયકરે ટામેટાંની ખેતીથી પોતાનું ભાગ્ય બદલી નાખ્યુ છે.
Trending Photos
આજ કાલ ટામેટાંના ભાવ લોકોને રડાવી રહ્યા છે. પરંતુ ખેડૂતોને તેનો સારો એવો ફાયદો થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના પાલઘરમાં રહેતા એક ખેડૂત તુકારામ ગાયકરે ટામેટાંની ખેતીથી પોતાનું ભાગ્ય બદલી નાખ્યુ છે. તુકારામ ભાગોજી ગાયકર પાસે કુલ 18 એકર ખેતીલાયક જમીન છે. જેમાંથી 12 એકર જમીન પર તેઓ પોતાના પુત્ર ઈશ્વર ગાયકર અને વહુ સોનાલીની મદદથી ટામેટાંની ખેતી કરે છે.
ગાયકરે ટામેટાંની ખેતી દ્વારા વિસ્તારની 100થી વધુ મહિલાઓને રોજગારી પણ આપી છે. ગાયકરે છેલ્લા 30 દિવસમાં 13 હજાર ટામેટાં ક્રેટના વેચાણથી સવા કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. શુક્રવારે ગાયકર પરિવારને તેમના ટામેટાં ક્રેટ માટે 2100 રૂપિયા શ્(20 કિલો ક્રેટ)ની કિંમત મળી. ગાયકરે કુલ 900 ટામેટાંની ક્રેટ વેચી. એક જ દિવસમાં તેમને 18 લાખ રૂપિયા મળ્યા. ગત મહિને તેમને ગ્રેડના આધારે પ્રતિ ક્રેટ 1000 રૂપિયાથી 2400 રૂપિયા મળ્યા હતા. આ તાલુકામાં ગાયકર જેવા 10થી 12 ખેડૂતો છે જે ટામેટાં વેચીને કરોડપતિ બની ગયા છે.
આ ખેડૂતે 38 લાખ રળ્યા
ગોલ્ડ માઈન અને મિલ્ક પ્રોડક્શન માટે દેશભરમાં મશહૂર કર્ણાટકના કોલારના ખેડૂત પરિવારે એક જ ઝટકે 38 લાખ રૂપિયાના ટામેટાં વેચ્યા છે. ખેડૂત પરિવારે 127 રૂપિયે કિલોની કિંમત પર 2000 પેટી ટામેટાં વેચ્યા.
દેશમાં ટામેટાંના ભાવ ઝડપથી વધી રહ્યા છે ત્યારે મે મહિનામાં જે ટામેટાં 3થી 5 રૂપિયે કિલો વેચાઈ રહ્યા હતા તે જૂનથી 160 રૂપિયાથી લઈને 200 રૂપિયે કિલો વેચાઈ રહ્યા છે. સરકારી આંકડા મુજબ એક મહિનામાં ટામેટાંના ભાવમાં 326.13 ટકાનો વધારો થયો છે. કિંમતોમાં ઉછાળાનો ફાયદો કર્ણાટકના કોલાર જનપદ નિવાસી ખેડૂત પ્રભાકર ગુપ્તાને પણ થયો છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ કોલારના ખેડૂત પ્રભાકર ગુપ્તાના પરિવારે મંગળવારે 2000 પેટી ટામેટાં વેચીને 38 લાખ રૂપિયા કમાણી કરી. ગુપ્તા પરિવાર પ્રત્યેક 15 કિલોગ્રામનું બોક્સ વેચીને 1900 રૂપિયા કમાવવામાં સફળ રહ્યો. આ રીતે ગુપ્તા પરિવારને એક કિલો ટામેટાંનો ભાવ લગભગ 127 રૂપિયા જેટલો મળ્યો. ગુપ્તા પરિવારને ટામેટાં માટે સૌથી સારી કિંમત બે વર્ષ પહેલા 15 કિલોના એક ડબ્બા માટે 800 રૂપિયા મળ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે