હોટલમાં ઘૂસી પહેલા જ્યોતિષાચાર્યને પગે લાગ્યા, પછી નિર્દયતાથી હત્યા કરી, ઘટના CCTV માં કેદ
Jyotishacharya Murder in Karnataka: જાણીતા જ્યોતિષાચાર્ય પર ચાકૂથી ઉપરાછાપરી 70 જેટલા ઘા ઝીંકી દઈને તેમની હત્યા કરી નાખવામાં આવી. આ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે.
Trending Photos
Jyotishacharya Murder in Karnataka: કર્ણાટકના હુબલીમાં હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં શિષ્યના વેશમાં આવેલા બે શેતાનોએ ચાકૂથી તાબડતોડ વાર કરીને પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યા કરી નાખી. જ્યોતિષાચાર્ય હુબલીની પ્રેસિડેન્ટ હોટલમાં મહેમાનોને મળવા માટે હોટલની લોબીમાં આવ્યા ત્યારે હુમલાખોરોએ તેમના પર હુમલો કર્યો. કહેવાય છે કે ચંદ્રશેખર ગુરુજી મૂળ બાગલકોટના રહીશ હતા અને કોઈ કોટુંબિક મામલે હુબલી આવ્યા હતા.
સીસીટીવીમાં કેદ થઈ હત્યાની આખી ઘટના
સરળ વાસ્તુ નામથી પ્રસિદ્ધ જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરની હત્યાની સમગ્ર ઘટના સીસીટીવીમાં રેકોર્ડ થઈ ગઈ છે અને ફૂટેજમાં અપરાધીઓ ભાગતા જોવા મળી રહ્યા છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે અને સીસીટીવી ફૂટેજ ફંફોળી રહી છે.
प्रसिद्ध ज्योतिषाचार्य चंद्रशेखर की हत्या सीसीटीवी फुटेज pic.twitter.com/dVKFvpjTd7
— India.com (हिन्दी) (@IndiacomNews) July 5, 2022
પહેલા પગે લાગ્યા અને પછી 70 જેટલા ઘા ઝીંકી દીધા
હુમલાખોરોએ પહેલા જ્યોતિષાચાર્ય ચંદ્રશેખરને પગે લાગ્યા અને પછી એક પછી એક 70 જેટલા ઘા ઝીંકી દીધા. હુમલાખોરોએ જ્યોતિષાચાર્ય પર ચાકૂથી ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા.
હત્યા પાછળ કોણ?
હુમલાખોર કોણ હતા અને હત્યા પાછળ કારણ શું હતું? તેને લઈને હજુ કઈ ખબર પડી શકી નથી અને પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ હોટલ અને તેની આસપાસ પૂછપરછ કરવાની સાથે સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. ચંદ્રશેખર ગુરુ મૂળ રીતે બાગલકોટના રહીશ હતા અને કોઈ કૌટુંબિક મામલે હુબલી આવ્યા હતા. આ ઘટના આજે બપોર બાર વાગ્યાની છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે