ઓનર કિલિંગ: નવપરણિત યુવક યુવતીને પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા

મહારાષ્ટ્રના અહેમદનગરમાં ઓનર કિલિંગનો એક મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યાં અનુસાર ઓનર કિલિંગની આ ઘટના પરનાર તાલુકાના નિઘોઈ ગામમાં એક મેના રોજ ઘટી હતી. અહીં એક પરિવારે કથિત રીતે પોતાની પુત્રી અને તેના પતિને પેટ્રોલ છાંટીને જીવતી બાળી મૂક્યાં. કહેવાય છે કે આ નવપરણિત કપલે આંતરજાતિય વિવાહ કર્યાં હતાં જેના પર પરિવારને આપત્તિ હતી. 
ઓનર કિલિંગ: નવપરણિત યુવક યુવતીને પેટ્રોલ છાંટી જીવતા બાળી મૂક્યા

અહેમદનગર: મહારાષ્ટ્રના અહેમદનગરમાં ઓનર કિલિંગનો એક મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યાં અનુસાર ઓનર કિલિંગની આ ઘટના પરનાર તાલુકાના નિઘોઈ ગામમાં એક મેના રોજ ઘટી હતી. અહીં એક પરિવારે કથિત રીતે પોતાની પુત્રી અને તેના પતિને પેટ્રોલ છાંટીને જીવતી બાળી મૂક્યાં. કહેવાય છે કે આ નવપરણિત કપલે આંતરજાતિય વિવાહ કર્યાં હતાં જેના પર પરિવારને આપત્તિ હતી. 

પોલીસના જણાવ્યાં અનુસાર પીડિતા રુકમણી રણસિંહ અને પતિ મંગેશ રણસિંહને પેટ્રોલ છાંટીને યુવતીના પિતા અને બે કાકાઓએ બાળી મૂક્યો હતો. આ ઘટનામાં પતિ-પત્ની ગંભીર રીતે ઘાયલ થયા હતાં. યુવતી 70 ટકા બળી ગઈ હતી જેનું રવિવારે રાતે મોત થયું. જ્યારે પતિની હાલત ગંભીર છે. પોલીસે ઘટનાના આરોપી રૂક્મણીના બે કાકા સુરેન્દ્ર અને ઘનશ્યામની ધરપકડ કરી લીધી છે. જ્યારે મૃતકના પિતા રામ ભારતીય ફરાર છે અને તેની તલાશ ચાલુ છે. પોલીસે જણાવ્યું કે ઘટનાની તપાસ થઈ રહી છે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે આ કપલે લગભગ 6 મહિના પહેલા આંતરજાતીય વિવાહ કર્યા હતાં. જેનાથી યુવતીના પરિજનો ખુબ જ નારાજ હતાં. પોલીસના જણાવ્યાં મુજબ રૂકમણીએ ગત વર્ષ ઓક્ટોબરમાં મંગશ સાથે લગ્ન કર્યા હતાં. 30 એપ્રિલના રોજ કોઈ વાત પર ઝગડો થતા રૂકમણી તેના ઘરે જતી રહી હતી. પોલીસે કહ્યું કે મંગેશે નિવેદન આપ્યું છે કે એક મેના રોજ રૂકમણીનો ફોન આવ્યો અને સાથે લઈ જવાની વાત કરી. ત્યાં પહોંચતા જ યુવતીના પરિજનોની તેમની સાથે ઉગ્ર દલીલો થઈ. ત્યારબાદ યુવતીના કાકાઓ અને પિતાએ બંને જણ પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news