Agneepath Protest: અગ્નિપથને લઇને ફેલાવવામાં આવી રહ્યા છે ફેક ન્યૂઝ, 35 વોટ્સએપ ગ્રુપ બેન; 10 અરેસ્ટ
કેન્દ્રની અગ્નિપથ યોજના વિરૂદ્ધ આખા દેશમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ યોજના પર હિંસા ભડકાવવા માટે વિવિધ પ્રકારના ફેક ન્યૂઝ પણ ફેલાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રએ રવિવારે અગ્નિપથ યોજના અને અગ્નિવીરો પર ખોટા સમાચાર ફેલાવવા માટે 35 વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ લગાવ્યો છે.
Trending Photos
Agneepath Protest: કેન્દ્રની અગ્નિપથ યોજના વિરૂદ્ધ આખા દેશમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ યોજના પર હિંસા ભડકાવવા માટે વિવિધ પ્રકારના ફેક ન્યૂઝ પણ ફેલાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રએ રવિવારે અગ્નિપથ યોજના અને અગ્નિવીરો પર ખોટા સમાચાર ફેલાવવા માટે 35 વોટ્સએપ ગ્રુપ પર પ્રતિબંધ લગાવ્યો છે. અફવા ફેલાવવા અને વિરોધ પ્રદર્શન આયોજિત કરવાના આરોપમાં ઓછામાં ઓછા 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વોટ્સએપથી ફેલાવવામાં આવી રહ્યા છે ફેક ન્યૂઝ
ગૃહ મંત્રાલયે કહ્યું કે કેન્દ્રએ વોટ્સએપ ફેક્ટ-ચેકિંગ માટે 8799711259 નંબર પણ જાહેર કર્યો છે. બિહાર જેવા રાજ્યોમાં વિરોધ પ્રદર્શન માટે ભીડ એકઠી કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસકરીને વોટ્સએપનો ઉપયોગ કરવાના સમાચારો વચ્ચે આ કાર્યવાહી થઇ છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટ્રેનના ડબ્બાને આગ ચાંપવાની ઘટનાઓ પણ સામે આવી છે.
12 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓ બંધ
17 જૂનના રોજ બિહાર સરકારે રવિવાર સુધી 12 જિલ્લામાં ઇન્ટરનેટ સેવાઓને સસ્પેંડ કરી દીધા હતા. બિહાર સરકારે કહ્યું હતું કે જનતાને ઉશ્કેરવા અને જાનમાલને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી અફવાઓ ફેલાવવા માટે આપત્તિજનક સામગ્રી પ્રસારિત કરવા માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પટનામાં જિલ્લા વહિવટીતંત્રએ એ પણ કહ્યું કે ધરપકડ કરવામાં આવેલા પ્રદર્શનકારીઓના મોબાઇલ ફોનમાંથી એકત્ર કરવામાં આવેલી જાણકારી કોચિંગ સેન્ટરોની ભૂમિકા તરફ ઇશારો કરે છે.
કોચિંગ સેન્ટરના માલિકની ધરપકડ
તેલંગાણા પોલીસે આંધ્ર પ્રદેશના પલનાડુ જિલ્લાના નરસરાવપેટ શહેરમાં એક કોચિંગ સંસ્થાના માલિકને કથિત રીતે અગ્નિપથ યોજનાના વિરોધમાં યુવાનોને ઉશ્કેરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા કોચિંગ સંસ્થાના માલિક અવુલા સુબ્બા રાવ પર હકીમપેટ આર્મી નામ સોલ્જર્સ નામથી એક વોટ્સએપ ગ્રુપ બનાવવાનો આરોપ છે, જેમાં સેનાના હજારો ઉમેદવારો સામેલ છે, આ ગ્રુપ પર તેના કથિત રીતે તમા સભ્યોને મેસેજ મોકલી વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા માટે કહેવામાં આવ્યું હતું.
પરત નહી લેવામાં આવે યોજના
વિરોધ વચ્ચે કેન્દ્રએ સ્પષ્ટ કરી દીધું કે ચાર વર્ષના કાર્યકાળ માટે સશસ્ત્ર બળોમાં ભરતી માટે અગ્નિપથ યોજનાને પરત લેવામાં નહી આવે. તોડફોડ અને આગચંપીના મુદ્દે રક્ષા મંત્રાલયે કહ્યું કે હિંસક પ્રદર્શન કરનારાઓની ભરતી કરવામાં નહી આવે. ઉમેદવારોને એક લેખિત શપથ આપવી પડશે કે તેમણે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો નથી. પ્રતિજ્ઞાનું વેરિફિકેશન પોલીસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે