એક સમયે આમના એક ઇશારે થંભી જતા હતા વિમાન, હવે સ્ટેશન પર જોઇ રહ્યા છે ટ્રેનની રાહ

Telugu Desam Party: આ તસવીર તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે, જેમાં બ્લુ જેકેટ પહેરેલા 72 વર્ષીય રાજુ પોતાના પરિવાર સાથે બેસીને ટ્રેનની રાહ જોતા જોવા મળે છે.

એક સમયે આમના એક ઇશારે થંભી જતા હતા વિમાન, હવે સ્ટેશન પર જોઇ રહ્યા છે ટ્રેનની રાહ

Ashok Gajapathi Raju: પૂર્વ કેન્દ્રીય મંત્રી અશોક ગજપતિ રાજુની એક તસવીર હાલના દિવસોમાં વાયરલ થઈ રહી છે. આ તસવીર તેલુગુ દેશમ પાર્ટી (TDP)ના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે, જેમાં 72 વર્ષીય અશોક ગજપતિ રાજુ બ્લુ જેકેટ પહેરેલા છે, જેઓ પરિવાર સાથે બેસીને ટ્રેનની રાહ જોતા જોવા મળી રહ્યાં છે. રાજુ વિજિયનગરમ રાજવી પરિવારમાંથી આવે છે અને કેન્દ્ર સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંભાળી ચુક્યા છે.

અશોક ગજપતિ એક સામાન્ય વ્યક્તિની જેમ હૈદરાબાદ રેલવે સ્ટેશન પર ટ્રેનની રાહ જોતા જોવા મળી રહ્યા છે. રાજુ કેન્દ્ર સરકારમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય સંભાળી ચુક્યા છે. એક સમયે તમામ એરલાઈન્સ તેમના દીશા નિર્દેશો પર ચાલતી હતી. આવી સ્થિતિમાં તેમની આ તસવીર ખૂબ વાયરલ થઈ રહી છે, જ્યાં લોકો તેમના ખૂબ વખાણ કરી રહ્યા છે.

આ તસવીર તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના ઓફિશિયલ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવી છે, જેમાં બ્લુ જેકેટ પહેરેલા 72 વર્ષીય રાજુ પોતાના પરિવાર સાથે બેસીને ટ્રેનની રાહ જોતા જોવા મળે છે.

— Telugu Desam Party (@JaiTDP) January 10, 2024

ટીડીપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, 'અશોક ગજપતિ રાજુ પોતાનામાં એક રાજા છે. તેઓ હૈદરાબાદ રેલ્વે સ્ટેશન પર સામાન્ય માણસની જેમ ઘરે પરત જવા માટે ટ્રેનની રાહ જોતા જોવા મળ્યા હતા. તેઓ ઈમાનદારી અને સત્યનિષ્ઠાનું પ્રતિક છે, હંમેશા તેઓ એ જ કરે છે જે લોકો માટે શ્રેષ્ઠ હોય. સત્તા તેમને ક્યારેય ભ્રષ્ટ કરી શકતી નથી. આ તમારા માટે તેલુગુ દેશમ છે!’

આ પોસ્ટને શેર કર્યા બાદથી સાડા ચાર હજારથી વધુ લોકોએ તેને લાઈક કરી છે અને તેને લગભગ એક હજાર વખત રીટ્વીટ કરવામાં આવી છે, જ્યાં લોકો રાજુની સાદગીના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'મેં તેમને ઘણી વખત વિજયનગરમની સડકો પર કોઈપણ સુરક્ષા વિના ફરતા જોયા છે.'

અન્ય એક યુઝરે લખ્યું, 'શાહી પરિવારમાંથી હોવા છતાં, તે જાહેર જીવનમાં સાદગી અને પ્રામાણિકતામાં માનતા હતા - સામાન્ય માણસની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ચૂંટાયેલા સંસ્થાઓમાં આવા ગુણોની સખત જરૂર છે.' ત્રીજા વ્યક્તિએ લખ્યું, 'એક સરળ અને જમીન સાથે જોડાયેલો માણસ...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news