પૂર્વ રક્ષામંત્રી જ્યોર્જ ફર્નાન્ડીઝનું સ્વાઈન ફ્લુથી મોત, પોરખણમાં પરમાણુ પરીક્ષણ કરાવીને થયા હતા પ્રખ્યાત
પૂર્વ રક્ષામંત્રી અને મહાન સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝનું 88 વર્ષની ઉંમરમાં મંગળવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અલ્ઝાઈમરથી પીડિત હોવાને કારણે તેઓ લાંબા સમયથી પથારીમાં જ રહ્યા હતા.
Trending Photos
નવી દિલ્હી : પૂર્વ રક્ષામંત્રી અને મહાન સમાજવાદી નેતા જ્યોર્જ ફર્નાન્ડીઝનું 88 વર્ષની ઉંમરમાં મંગળવારે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. અલ્ઝાઈમરથી પીડિત હોવાને કારણે તેઓ લાંબા સમયથી પથારીમાં જ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, તેમને સ્વાઈન ફ્લૂ પણ થયું હતું. ડોક્ટરોએ જણાવ્યું કે, સ્વાઈન ફ્લૂને કારણે તેમનું મોત થયું છે. જ્યોર્જના રક્ષામંત્રી રહેતા સમયે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું. અટલ બિહારી વાજપેયીની આગેવાનીમાં પેહલીવાર કેન્દ્રમાં કાર્યકાળ પૂરો કરનારા ગઠબંધન સરકારમાં જ્યોર્જ રક્ષા મંત્રી રહ્યા હતા. તેમનો જન્મ મેંગલોરમાં 3 જૂન, 1930ના રોજ થયો હતો.
પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન તેમણે રક્ષા, ઉદ્યોગ અને રેલવે મંત્રાલયની જવાબદારી સંભાળી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોંવિદ, બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અનેક મોટી હસ્તીઓએ તેમના નિધન પર દુખ વ્યક્ત કર્યુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને લખ્યું કે જ્યોર્જ સાહેબે ભારતના બેસ્ટ રાજકીય નેતૃત્વની આગેવાની કરી. તેમનું યોગદાન ઘણું મહત્વનું રહ્યું.
જ્યોર્જ ફર્નાન્ડીઝ 10 ભાષાઓાના જાણકાર
હિન્દી, અંગ્રેજી, તમિલ, મરાઠી, કન્નડ, ઉર્દૂ, મલયાલી, તેલુગુ, કોંકણી અને લેટિન. તેમના માતા કિંગ જ્યોર્જ પાંચમાના મોટા પ્રશંસક હતા. તેમના નામ પરથી જ તેઓએ પોતાના છ સંતાનોમાંથી સૌથી પહેલા સંતાનનું નામ જ્યોર્જ રાખ્યું હતું.
મેંગલોરમાં ઉછરેલા જ્યોર્જ જ્યારે 16 વર્ષના થયા તો તેમને ક્રિશ્ચિન મિશનરીમાં પાદરી બનવાનું શિક્ષણ લેવા માટે મોકલાયા હતા. પરંતુ ચર્ચમાં પાખંડ જોઈને તેમનો મોહભંગ થયો હતો. તેમણે 18 વર્ષની ઉંમરમાં જ ચર્ચ છોડ્યું અને રોજગારીની શોધમાં મુંબઈ આવ્યા હતા.
જ્યોર્જે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આ સમયમાં તેઓ મંબઈ ચોપાટીની બેન્ચ પર ઊંઘતા હતા અને સતત સોશિયલિસ્ટ પાર્ટી અને ટ્રેડ યુનિયન આંદોલનના કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. ફર્નાન્ડીઝની શરૂઆતી છબી એક જબરદસ્ત વિદ્રોહીની રહી હતી. તે સમયે પ્રખર વક્તા રામ મનોહર લોહિયા તેમના પ્રેરણાદાયી હતા.
1950ના સમયમાં તેઓ ટેક્સી ડ્રાઈવર યુનિયનના બેતાજ બાદશાહ બની ગયા. વિખરાયેલા વાળ, પાતળો ચહેરો, કરચલીવાળા ખાદીના કુરતા-પાયજામો, ઘસાયેલી ચપ્પલ અને ચશ્મા પહેરીને તેઓ એક્ટિવિસ્ટ લાગતા હતા. કેટલાક લોકો ત્યારથી જ તેઓને અનથક વિદ્રોહી કહેવા લાગ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે