રવિન્દ્ર રૈના બોલ્યા- સો જન્મ લઈ લે દિગ્વિજય સિંહ, ત્યારે પણ BJP આર્ટિકલ 370 બીજીવાર લાગુ થવા દેશે નહીં

Jammu and Kashmir Latest કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે 'ક્લબહાઉસ' ની એક વાતચીતમાં કહ્યું હતું કે, આર્ટિકલ 370 હટાવવો અને જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવો ખુબ દુખદ નિર્ણય હતો અને તેમની પાર્ટી આ મુદ્દા પર પુનર્વિચાર કરશે. 

રવિન્દ્ર રૈના બોલ્યા- સો જન્મ લઈ લે દિગ્વિજય સિંહ, ત્યારે પણ BJP આર્ટિકલ 370 બીજીવાર લાગુ થવા દેશે નહીં

જમ્મુઃ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહ (Digvijay Singh) ના આર્ટિકલ 370 પર આપવામાં આવેલા નિવેદન પર જમ્મુ-કાશ્મીર ભાજપે આકરી પ્રતિક્રિયા આપી છે. ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ શનિવારે કહ્યુ કે તેમની પાર્ટી ભારતની વિરુદ્ધ કોંગ્રેસ નેતાઓના ષડયંત્રને સફળ થવા દેશે નહીં. ભલે તે માટે તેમણે સો જન્મ લેવા પડે. રૈનાએ વિપક્ષી દળ પર પાકિસ્તાન, અલગાવવાદીઓ અને આતંકવાદીઓની સાથે સાઠગાંઠ કરવાનોનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, રાષ્ટ્ર કોંગ્રેસને ભારત માતાની પીઠમાં છરો ભોંકવાના ષડયંત્ર માટે માફ કરશે નહીં. 

હકીકતમાં કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે 'ક્લબહાઉસ' ની એક વાતચીતમાં કહ્યું હતું કે, આર્ટિકલ 370 હટાવવો અને જમ્મુ-કાશ્મીર રાજ્યનો દરજ્જો સમાપ્ત કરવો ખુબ દુખદ નિર્ણય હતો અને તેમની પાર્ટી આ મુદ્દા પર પુનર્વિચાર કરશે. સિંહના નિવેદન પર રૈનાએ આરોપ લગાવ્યો કે તેમની પટકથા મૂળરૂપથી ગાંધી પરિવાર તરફથી લખવામાં આવી હતી અને પાકિસ્તાને તેનું નિર્દેશન કર્યું. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરના લોકો આર્ટિકલ 370 હટાવવા પર ખુશ છે કારણ કે તે પાકિસ્તાની વિચારધારાને મજબૂત થવા અને અલગાવવાદ વધવાનું મુખ્ય કારણ હતું. 

'એક નિશાન, એક વિધાન અને એક પ્રધાન'નું સપનું સાકાર થયું
રૈનાએ કહ્યુ કે, તેણે આતંકવાદને જન્મ આપ્યો, જેનાથી પ્રદેશમાં ખુબ લોહી વહ્યું. ભાજપના નેતાએ કહ્યુ કે, તે અનુચ્છેદ ગુજ્જર અને બકરવાલ, પહાડી બોલનાર લોકો, મહિલાઓ અને પશ્ચિમી પાકિસ્તાની શરણાર્થીઓ સહિત અનેક સમુદાયો સાથે થયેલા અન્યાય માટે જવાબદાર હતો. તેમણે કહ્યું કે પાંચ ઓગસ્ટ 2019 ના આ આર્ટિકલને હટાવવાથી એક નિશાન, એક વિધાન અને એક પ્રધાનનો સપનું સાકાર થયું છે. રૈનાએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસને દુખ થઈ રહ્યું છે એટલે તે ષડયંત્ર કરી રહ્યું છે અને આ તેના વરિષ્ઠ નેતાઓના નિવેદનથી જાહેર થાય છે.

ભાજપનો દરેક એક કાર્યકર્તા સૈનિકની જેમ
રૈનાએ કહ્યુ કે, ભલે તે સો જન્મ લઈ લે, રાષ્ટ્રની પ્રત્યે તેનું ષડયંત્ર સફળ થશે નહીં. અમારી પાસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ છે અને ભાજપનો દરેક કાર્યકર્તા એક સૈનિકની જેમ હોય છે જે રાષ્ટ્ર અને તિરંગા માટે પોતાના જીવની કુરબાની આપવા માટે તૈયાર છે. તેમણે કહ્યું કે, અમે સોનિયા ગાંધી, રાહુલ અને સિંહને જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનના એજન્ડાને લાગૂ થવા દેશું નહીં. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news