J&K: શોપિયામાં સુરક્ષાદળોએ 4 આતંકીને ઠાર કર્યા, PAKએ LoC પર મોર્ટાર છોડ્યા

જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે આજે સવારે લગભગ સાડા પાંચ વાગ્યાની આસપાસ અથડામણ શરૂ થઈ ગઈ. સેનાએ 3 આતંકીને ઠાર કર્યા છે. આ અથડામણ શોપિયા જિલ્લાના સુગુ-હેંધામા વિસ્તારમાં ચાલુ છે. સુરક્ષાદળોની જોઈન્ટ ટીમ આ ઓપરેશનને અંજામ આપી રહી છે. 

J&K: શોપિયામાં સુરક્ષાદળોએ 4 આતંકીને ઠાર કર્યા, PAKએ LoC પર મોર્ટાર છોડ્યા

શોપિયા:  જમ્મુ-કાશ્મીરના શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે સવારે લગભગ સાડા 5 વાગે અથડામણ શરૂ થઈ ગઈ હતી. સુરક્ષાદળોએ 4 આતંકીઓને ઠાર કર્યા છે. આ અથડામણ શોપિયાના સુગ્ગુ હેંધામા વિસ્તારમાં ચાલુ હતી. સુરક્ષાદળોની જોઈન્ટ ટીમે આ ઓપરેશનને અંજામ આપ્યો. જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસ, 44 રાષ્ટ્રીય રાયફલ્સ અને સીઆરપીએફ સામેલ હતા. 

અત્રે જણાવવાનું કે શોપિયામાં થયેલી આ અથડામણમાં ચારેય આતંકીઓના મૃતદેહો મળી આવ્યાં છે. સેનાનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે. જેથી કરીને હજુ કોઈ આતંકી છૂપાયેલો હોય તો ખબર પડે. જો કે સુરક્ષાદળોએ આતંકીઓને એવી રીતે ઘેરી લીધા હતાં કે તેમનું બચવું મુશ્કેલ જ નહીં અશક્ય હતું. 

આતંકીઓ જ્યાં છૂપાયા હતાં ત્યાં જમીનની અંદર એક રૂમ જેટલો ખાડો ખોદાયો હતો. આ જગ્યાનો ઉપયોગ આતંકી છૂપાવવા માટે કરતા હતાં. એક ટોપના અધિકારીએ પુષ્ટિ કરી છે કે સુરક્ષાદળોની જોઈન્ટ ટીમ અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. ઈનપુટ મુજબ 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની ખબર મળી હતી. 

પોલીસ અધિકારીએ કહ્યું કે જ્યારે સુરક્ષાદળોની જોઈન્ટ ટીમે સંદિગ્ધ જગ્યાને ઘેરો ઘાલ્યો તો છૂપાયેલા આતંકીઓએ તેમના પર ફાયરિંગ શરૂ કરી દીધુ. જેનો જડબાતોડ જવાબ આપ્યો અને એન્કાઉન્ટર શરૂ થઈ ગયું. જો કે આતંકીઓને સમર્પણ કરવાની તક પણ અપાઈ હતી પરંતુ તેઓ ન માન્યા અને ફાયરિંગ શરૂ કરી દીધુ હતું. અત્રે જણાવવાનું કે એક અઠવાડિયાની અંદર આ ત્રીજી અથડામણ છે. પોલીસના જણાવ્યાં મુજબ તેમાંથી 3 કમાન્ડર હતાં જે હિજબુલ મુજાહીદ્દીન સંગઠનના હતાં. 

બીજી બાજુ કાશ્મીરમાં આતંકીઓના સફાયાથી પાકિસ્તાન ધૂંધવાયું છે. આજે સવાર લગભગ સાડા સાત વાગ્યાથી પાકિસ્તાન એલઓસી પાસે નૌશેરા સેક્ટરમાં સતત યુદ્ધવિરામનો ભંગ કરી રહ્યું છે. ભારતીય સેના તેની આ કાયરતાપૂર્ણ હરકતનો બરાબર જવાબ આપી રહી છે. 

જુઓ LIVE TV

આ અગાઉ મંગળવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લામાં ભારતીય સેનાની રોડ ઓપનિંગ પાર્ટીએ NH-701A પર ટ્રગપોરા અને લાદુરા વચ્ચે એક IED જપ્ત કરીને એક મોટી ઘટનાને ટાળી હતી. ત્યારબાદ IEDને નજીકના વિસ્તારમાં એન્ટી બોમ્બ સ્કોવર્ડની ટીમ દ્વારા બ્લાસ્ટ કરાયો હતો. 

મંગળવારે જોઈન્ટ નિવેદનમાં સુરક્ષાદળોએ કહ્યું કે સવારે લગભગ 6 વાગ્યેને 50 મિનિટે એક IED અંગે જાણકારી મળી. IED ટ્રેગપોરા અને લાદુરા વચ્ચે NH-701A પર મળી આવ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news