હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો એક સાથે પોલીસ કસ્ટડીમાં, 2 બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા

પોલીસે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના એક સાથીની ધરપકડ કરી લીધી છે. જ્યારે બે બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. જો કે મુખ્ય આરોપી વિકાસ દુબે હજુ પણ પોલીસની પકડ બહાર છે. મોડી રાતે ઘટેલી આ ઘટનામાં અપરાધીઓએ પોલીસકર્મીઓના હથિયારો પણ લૂંટી લીધા.

હિસ્ટ્રીશીટર વિકાસ દુબેનો એક સાથે પોલીસ કસ્ટડીમાં, 2 બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા

નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના કાનપુર (Kanpur) માં 8 પોલીસકર્મીઓ શહીદ થયા બાદ યુપી પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેના એક સાથીની ધરપકડ કરી લીધી છે. જ્યારે બે બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. જો કે મુખ્ય આરોપી વિકાસ દુબે હજુ પણ પોલીસની પકડ બહાર છે. મોડી રાતે ઘટેલી આ ઘટનામાં અપરાધીઓએ પોલીસકર્મીઓના હથિયારો પણ લૂંટી લીધા.

અત્રે જણાવવાનું કે ઉત્તર પ્રદેશના કાનપુરના બિઠૂરમાં બદમાશોએ રેડ પાડવા ગયેલી પોલીસની ટીમ પર ઘાત લગાવીને ફાયરિંગ કર્યું જેમાં ડીવાયએસપી, 3 સબ ઈન્સ્પેક્ટર અને 4 કોન્સ્ટેબલ સહિત 8 પોલીસકર્મી શહીદ થયાં. આ ઘટના શિવલી પોલીસ સ્ટેશન હદના વિકરુ ગામની છે. જ્યાં મોડી રાતે પોલીસે રેડ પાડી હતી. ફાયરિંગમા 7 પોલીસકર્મી ઘાયલ પણ થયા છે. 

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શહીદ થયેલા પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી. સીએમ યોગીએ બદમાશો પર કડક કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. 

યુપીના ડીજીપી એચસી અવસ્થીએ જણાવ્યું કે વિકાસ દુબે એક કુખ્યાત અપરાધી છે અને કાનપુરનો હિસ્ટ્રીશીટર પણ છે. તેની ઉપર 60 જેટલા કેસ નોંધાયેલા છે. કાનપુરના રાહુલ તિવારી નામના વ્યક્તિએ તેના પર 307નો એક કેસ દાખલ કર્યો છે. જેને લઈને રેડ પાડવા વિકરુ ગામમાં પોલીસ પહોંચી હતી. પોલીસને રોકવા માટે બદમાશોએ પહેલેથી જ જેસીબી લગાવીને રસ્તો રોકી રાખ્યો હતો. પોલીસ પાર્ટી પહોંચતા જ બદમાશોએ ધાબેથી ફાયરિંગ ચાલુ કરી દીધુ. જેમાં 8 પોલીસકર્મી શહીદ થયાં. 

શહીદ થયેલા પોલીસકર્મીઓમાં ડીવાયએસપી દેવેન્દ્ર મિશ્રા, 3 સબ ઈન્સ્પેક્ટર અને 4 કોન્સ્ટેબલ સામેલ ઓછે. ઘટનાસ્થળ પર એડીજી લો એન્ડ ઓર્ડર પહોંચ્યા છે. એસએસપી અને આઈજી ઘટનાસ્થળે છે. કાનપુરની ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. એસટીએફ પણ તપાસમાં લાગી છે. 

જુઓ LIVE TV

શહીદ થયેલા પોલીસકર્મીના નામ

1. દેવેન્દ્રકુમાર મિશ્રા સીઓ બિલ્હોર
2. મહેશ યાદવ એસઓ શિવરાજપુર
3. અનૂપ કુમાર ચોકી ઈન્ચાર્જ મંધના
4. નેબુલાલ, સબઈન્સ્પેક્ટર શિવરાજપુર
5. સુલ્તાન સિંહ, કોન્સ્ટેબલ ચોબેપુર પોલીસ સ્ટેશન
6. રાહુલ, કોન્સ્ટેબલ બિઠૂર
7. જિતેન્દ્ર, કોન્સ્ટેબલ બિઠૂર
8. બબલુ, કોન્સ્ટેબલ બિઠૂર

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news