Punjab: ફરી કેપ્ટન અમરિંદર સાથે જોડાયા પ્રશાંત કિશોર, મળી નવી જવાબદારી
ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant kishore) એક વાર ફરી કેપ્ટન અમરિંદર સિંહ સાથે જોડાયા છે. કેપ્ટને લખ્યુ કે, તેમણે પ્રશાંત કિશોરને પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા છે. અમે પંજાબના લોકોની ભલાઈ માટે એક સાથે કામ કરવા તત્પર છીએ.
Trending Photos
ચંડીગઢઃ પંજાબમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં (Punjab Election 2017) માં પોતાની રણનીતિથી કોંગ્રેસને જોરદાર જીત અપાવનાર ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર (Prashant kishore) એક વાર ફરી કેપ્ટન અમરિંદર સિંહ સાથે જોડાયા છે. કેપ્ટને લખ્યુ કે, તેમણે પ્રશાંત કિશોરને પોતાના મુખ્ય સલાહકાર બનાવ્યા છે. અમે પંજાબના લોકોની ભલાઈ માટે એક સાથે કામ કરવા તત્પર છીએ.
2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ કેપ્ટનની જીતમાં પ્રશાંત કિશોરની રણનીતિએ મહત્વની ભૂમિકા ભજવી હતી. દસ વર્ષથી સત્તામાંથી બહાર રહેલા કેપ્ટન અમરિંદર સિંહને એક બ્રાન્ડના રૂપમાં સ્થાપિત કરવામાં પ્રશાંત કિશોર સફળ રહ્યા. શરૂઆત કોફી વિથ કેપ્ટનથી કરવામાં આવી. પ્રશાંત કિશોરની 600 લોકોની ટીમે દિવસ-રાત કામ કરી કેપ્ટનને એક બ્રાન્ડના રૂપમાં સ્થાપિત કરવામાં સફળતા મેળવી હતી. ત્યારે પ્રશાંતની સામે પડકાર હતો કે પંજાબમાં કેપ્ટનની મહારાજા વાળી છબીને ખતમ કરવાની, જેમાં તેઓ સફળ રહ્યા હતા.
Happy to share that @PrashantKishor has joined me as my Principal Advisor. Look forward to working together for the betterment of the people of Punjab!
— Capt.Amarinder Singh (@capt_amarinder) March 1, 2021
એકવાર ફરી પંજાબ ચૂંટણીમાં એક વર્ષનો સમય બાકી છે. આ વખતે સરકાર સામે લોકોનો વિશ્વાસ બીજીવાર હાસિલ કરવાનો પડકાર છે. પ્રશાંત કિશોરને એકવાર ફરી સાથે જોડીને કેપ્ટને બાજી મારી છે.
આ પણ વાંચોઃ ... જ્યારે વેક્સિન લેવા દરમિયાન PM મોદીએ નર્સને કહ્યુ- નેતા જાડી ચામડીના હોય છે, મોટી સોય લગાવજો
મહત્વનું છે કે આ પહેલા પણ પ્રશાંત કિશોરના કેપ્ટન અમરિંદર સિંહ સાથે જોડાવાની ચર્ચાઓ હતી. ત્યારે કેપ્ટને કહ્યુ હતુ કે પ્રશાંત કિશોર અમારી મદદ કરશે. પ્રશાંત કિશોર સાથે તેમણે પંજાબમાં કોંગ્રેસ માટે ચૂંટણી રણનીતિ બનાવવાની વાત કરી છે. તેના પર પ્રશાંત કિશોરે સકારાત્મક પ્રતિક્રિયા આપી છે. હવે કેપ્ટન અમરિંદર સિંહે ખુદ ટ્વીટ કરી તેની જાણકારી આપી છે કે પ્રશાંત કિશોર તેમની સાથે જોડાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે