Maharashtra Politics: શિંદે-ઠાકરેના રાજકીય જંગનો આવશે અંત? 20 જુલાઈએ સુપ્રીમમાં મહત્વની સુનાવણી

Maharashtra Politics: મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે માટે 20 જુલાઈનો દિવસ મહત્વનો સાબિત થઈ શકે છે. 20 જુલાઈએ સુપ્રીમ કોર્ટ બંને જૂથની તમામ અરજીઓ પર સુનાવણી કરશે. 

Maharashtra Politics: શિંદે-ઠાકરેના રાજકીય જંગનો આવશે અંત? 20 જુલાઈએ સુપ્રીમમાં મહત્વની સુનાવણી

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ અને એકનાથ શિંહે જૂથમાં હજુ રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. આ રાજકીય સંઘર્ષને લઈને સુપ્રીમ કોર્ટમાં ઘણી અરજીઓ પેન્ડિંગ છે. આ તમામ અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 20 જુલાઈએ મહત્વની સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એનવી રમના, જસ્ટિસ કૃષ્ણ મુરારી અને હિમા કોહલીની બેંચ આ અરજીઓ પર સુનાવણી કરશે. સુપ્રીમ કોર્ટે પાછલા સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને કહ્યું હતું કે શિવસેનાના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવા પર કોઈ નિર્ણય લેવામાં આવે નહીં. 

53 ધારાસભ્યોને કારણે દર્શાવો નોટિસ
મહત્વનું છે કે મહારાષ્ટ્ર વિધાનસભા સચિવ રાજેન્દ્ર ભાગવતે શિવસેનાના 53 ધારાસભ્યોને કારણ દર્શાવો નોટિસ જાહેર કરી છે. તેમાંથી 40 નોટિસ મુખ્યમંત્રી એકનાથ શિંદે જૂથના ધારાસભ્યોને મોકલવામાં આવી છે અને 13 અન્ય નોટિસ ઠાકરે જૂથને મોકલવામાં આવી છે. બંને જૂથે એકબીજાના ધારાસભ્યોને અયોગ્ય ઠેરવવાની માંગ કરી છે. 

સુપ્રીમ કોર્ટના નિર્ણય પર રહેશે નજર
ઠાકરે જૂથનો દાવો છે કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર ત્યાં સુધી ગેરકાયદેસર છે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ અયોગ્યતા પર નિર્ણય કરતી નથી. તો શિંદે જૂથનો દાવો છે કે તેની પાર્ટી ભારે બહુમતવાળી અસલી શિવસેના છે. શિવસેનાએ મંગળવારે મહારાષ્ટ્રના રાજ્યપાલને એકનાથ શિંદે સરકારમાં કોઈ મંત્રીને શપથ ન અપાવવાની વિનંતી કરતા કહ્યું હતું કે એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાના નિર્ણયની કાયદેસરતા સવાલોના ઘેરામાં છે. 

મહારાષ્ટ્ર કેબિનેટમાં માત્ર બે સભ્ય
ઉદ્ધવ ઠાકરે જૂથે તર્ક આપ્યો છે કે શિંદે જૂથનું વલણ ગેરકાયદેસર છે અને પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ તેમને અયોગ્ય ઠેરવવામાં આવી શકે છે. તેનો ભાજપમાં વિલય થયો નથી. સૂત્રોનું કહેવું છે કે નવા મંત્રીમંડળની રચના 18 જુલાઈએ યોજાનાર રાષ્ટ્રપતિની ચૂંટણી બાદ થઈ શકે છે. મહારાષ્ટ્ર કેબિનેટમાં વર્તમાનમાં એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ માત્ર બે સભ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news