વાડ્રાના જવાબોથી અસંતુષ્ટ ઈડી આવતીકાલે ફરીથી કરી શકે છે પુછપરછઃ સૂત્ર
ઈડીએ રોબર્ટ વાડ્રા પર વરસાવી સવાલોની ઝડી, પુછ્યું કે, લંડનમાં 2 બંગલા અને 6 ફ્લેટનો માલિક કોણ છે? આ ઉપરાંત, પણ અનેક સવાલો પુછવામાં આવ્યા
Trending Photos
નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા અને યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાને વિદેશમાં રહેલી સપંત્તીઓમાં મની લોન્ડરિંગ સાથે સંકળાયેલા એક કેસમાં દેશના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કચેરીમાં પુછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. 5 કલાક સુધી ચાલેલી મેરાથોન પુછપરછમાં રોબર વાડ્રા પર સવાલોની ઝડી વરસાવામાં આવી હતી. જોકે, વાડ્રાના જવાબોથી અસંતુષ્ટ ઈડી આવતીકાલે ફરીથી રોબર્ટ વાડ્રાને પુછપરછ માટે બોલાવી શકે છે. સૂત્રો અનુસાર, રોબર્ટ વાડ્રાએ ઈડીને અત્યંત ટૂંકા જવાબ આપ્યા છે.
લંડનની પ્રોપર્ટી અંગે પુછવામાં આવ્યું તો વાડ્રાએ જણાવ્યું કે, એ મારી નથી. આ અંગે ઈડીએ વાડ્રાને જણાવ્યું કે, જો લંડનની સંપત્તી અંગે તમે કશું જાણતા નથી તો લેખિતમાં આપો. સંજય ભંડારીને પણ જો તમે જાણતા નથી તો લેખિતમાં આપો. આ સાથે જ ઈડીએ વાડ્રાને ચેતવણી પણ આપી કે, જો તમે ખોટા નિવેદનો આપ્યા તો તમારી સામે કાયદાકીય કાર્યવાહી પણ થઈ શકે છે.
ઈડીના ડેપ્યુટી ડિરેક્ટર રાજીવ શર્મા, આસિસ્ટન્ટ ડિરેક્ટર એમ.એલ. શર્મા અને 5 અધિકારીઓ મળીને કુલ 7 લોકો રોબર્ટ વાડ્રાની પુછપરછની પ્રક્રિયામાં સામેલ હતા. ઈડીએ રોબર્ટ વાડ્રાને 40 પ્રશ્નોનું એક લિસ્ટ આપ્યું હતું. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વાડ્રાને પુછવામાં આવેલા કેટલાક સવાલોમાંથી મુખ્ય નીચે મુજબના છે...
- લંડનમાં સંપત્તી કોની છે?
- સંજય ભંડારી સાથે તમારે શો સંબંધ છે?
- લંડનમાં બે બંગલા અને 6 ફ્લેટનો માલિક કોણ છે?
- સંજય ભંડારીએ લંડનમાં બે ફ્લેટ ખરીદ્યા હતા અને પછી એ જ કિંમતે તેને વેચી નાખ્યા હતા. એ રકમ તમારા ખાતામાં શા માટે ડિપોઝિટ કરવામાં આવી?
- શું મનોજ ભંડારીએ ભંડારીને સાથીને આ ફ્લેટ માટે ઈમેલ કર્યો હતો?
- મનોજ અરોરા શું કરે છે?
- અરોરા તેની આ પ્રોફાઈલમાં છેલ્લા કેટલા સમયથી કામ કરે છે. તેણે લંડનની સંપત્તી ખરીદવા માટે કરોડો રૂપિયા કેવી રીતે પ્રાપ્ત કર્યા?
- તમે થમ્પીને કેવી રીતે જાણો છો અને તમારી ફર્મ સાથે તેનો શો સંબંધ છે? કયા સોદાના આધારે થમ્પીની કંપનીના શેરને તમારી ફર્મને ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા?
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની જાહેરાત, હવે 24 કલાક દુકાનો ખુલ્લી રાખી શકાશે
આ પ્રથમ ઘટના છે જ્યારે નાણાકિય ગેરરિતીના મામલે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની તપાસ એજન્સી દ્વારા પુછપરછ કરવામાં આવી રહી છે. જોકે, રોબર્ટ વાડ્રાએ અગાઉ જણાવ્યું હતું કે, રાજકીય બદલો લેવા માટે તેમના ઉપર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે