Economic Survey: આવી ગયું બજેટનું 'ટીઝર', જાણો FY25માં કેટલો રહેશે GDP ગ્રોથ, કયા સંકટનો છે ઉલ્લેખ?
બજેટ પહેલા નાણામંત્રીએ આજે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. બજેટ પહેલા ઈકોનોમિક સર્વે રજૂ કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ સર્વે દ્વારા સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરાય છે.
Trending Photos
નાણાનંત્રી નિર્મલા સીતારમણ આવતી કાલે મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પહેલું બજેટ રજૂ કરશે. બજેટ પહેલા નાણામંત્રીએ આજે લોકસભામાં આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. બજેટ પહેલા ઈકોનોમિક સર્વે રજૂ કરવાની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે. આ સર્વે દ્વારા સરકારનું રિપોર્ટ કાર્ડ રજૂ કરાય છે. આ સર્વે દ્વારા સરકારના છેલ્લા એક વર્ષના કામકાજની સમીક્ષા કરાય છે અને આગળના કામનું પ્લાનિંગ થાય છે.
આજે રજૂ થયેલા ઈકોનોમિક સર્વેમાં સરકારનું સમગ્ર ફોકસ પ્રાઈવેટ સેક્ટર અને PPP પર રહ્યું છે. Modi 3.0 દ્વારા રજૂ કરાયેલા આર્થિક સર્વેક્ષણ FY25માં ભારતની જીડીપીને લઈને ઉલ્લેખ કરાયો. જેમાં કહેવાયું છે કે જીડીપી ગ્રોથનું અનુમાન 6.5 થી 7 ટકા સુધી છે.
અહીં લાગી શકે છે ઝટકો
ઈકોનોમિક સર્વેમાં સરકાર તરફથી એકબાજુ જ્યાં દેશની GDP ગ્રોથનું અનુમાન કરાયું ત્યાં આ આર્થિક સર્વેક્ષણમાં સરકારે એક મોટા પડકારનો પણ ઉલ્લેખ કર્યો છે. સરકારનું કહેવું છે કે વૈશ્વિક પડકારોના કારણે એક્સપોર્ટના મોરચે દેશને થોડો ઝટકો લાગી શકે છે. પરંતુ સરકાર તે અંગે પણ સંપૂર્ણ રીતે સતર્ક છે. તેમાં કહેવાયું છે કે ગ્લોબલ બિઝનેસમાં પડકારો આવવાની આશંકા છે. હકીકતમાં ગ્લોબલ અનિશ્ચિતતાઓથી કેપિટલ ફ્લો પર અસર જોવા મળી શકે છે.
રોજગારને લઈને આ તસવીર
દેશની ઈકોનોમી હેલ્થની સમગ્ર તસવીર રજૂ કરનારા આ સર્વેમાં રોજગારને લઈને ડેટા રજૂ કરાયો છે. જેમાં કહેવાયું છે કે જનસંખ્યા ગુણોત્તરમાં ગ્રોથની સાથે કોરોના મહામારી બાદ દેશની વાર્ષિક બેરોજગારી દરમાં ઘટાડો થઈ રહ્યો છે. માર્ચ 2024માં 15+ ઉંમરના લોકો માટે શહેરી બેરોજગારી દર ગત વર્ષના 6.8 ટકાથી ઘટીને 6.7 ટકા પર આવી ગયો છે. તેમાં કહેવાયું છે કે ભારતની કુલ વર્કફોર્સમાંથી લગભગ 57 ટકા સ્વરોજગાર કરી રહ્યા છે. યુવા બેરોજગારી દર 2017-18માં 17.8 ટકાથી ગગડીને 2022-23માં 10 ટકા પર આવી ગયો છે.
Economic Survey 2023-24 conservatively projects a real GDP growth of 6.5–7 per cent in FY25, with risks evenly balanced, cognizant of the fact that the market expectations are on the higher side. pic.twitter.com/Kvdn4jBdDP
— ANI (@ANI) July 22, 2024
ખાનગી રોકાણ
સરકાર દ્વારા કેપિટલ એક્સ્પેન્ડેચર પર ભાર દેવાના અને પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટમાં સતત આવી રહેલી તેજીના કારણે Gross Foxed Capital Formation ને પ્રોત્સાહન મળ્યું છે. ઈકોનોમિક સર્વે મુજબ 2023-24માં તેમાં 9 ટકાનો જોરદાર વધારો નોંધાય છે.
નાણાકીય ખાદ્યમાં કમીની આશા
આર્થિક સર્વેક્ષણમાં એક રાહત ભરી આશા નાણાકીય ખાદ્ય અંગે પણ જતાવવામાં આવી છે. તેનો અંદાજો જણાવતા કહેવાયું છે કે FY26 સુધી ભારતની નાણાકીય ખાદ્ય ઘટીને 4.5 ટકા પર આવવાની શક્યતા છે. તેમાં કહેવાયું છે કે સરકારનું સમગ્ર ફોકસ રાજ્યોની ક્ષમતા વધારવા પર છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે