ભારત બંધ: રેલવેએ રદ કરી 12 ટ્રેનો, યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વધુ ટ્રેનો રદ થઈ શકે
દેશમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવોને લઈને બોલાવવામાં આવેલા ભારત બંધના પગલે દેશભરમાં થઈ રહેલા આંદોલન અને પ્રદર્શનોને ધ્યાનમાં રાખતા ઈસ્ટ કોસ્ટ રેલવે ઝોને પોતાની 12 રેલગાડીઓને રદ કરવાની જાહેરાત કરી છે
Trending Photos
નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ ડીઝલના વધેલા ભાવોને લઈને બોલાવવામાં આવેલા ભારત બંધના પગલે દેશભરમાં થઈ રહેલા આંદોલન અને પ્રદર્શનોને ધ્યાનમાં રાખતા ઈસ્ટ કોસ્ટ રેલવે ઝોને પોતાની 12 રેલગાડીઓને રદ કરવાની જાહેરાત કરી છે. આ રેલગાડીઓમાં ભુવનેશ્વર-હાવડા જન શતાબ્દી એક્સપ્રેસ અને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ ઈન્ટર સિટી એક્સપ્રેસ સામેલ છે. રેલવે તરફથી માહોલ પર નજર રાખવામાં આવી રહી છે. રેલયાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખતા જરૂર પડતા રેલગાડીઓને રદ પણ કરાઈ શકે છે.
પૂર્વોત્તર રેલવે કરી અપીલ
ભારત બંધના પગલે ઠેર ઠેર ટ્રોનો રોકવામાં આવી રહી છે. જેના કારણે યાત્રીઓને થઈ રહેલી મુશ્કેલીઓના પગલે પૂર્વોત્તર રેલવે તરફથી એક કાર્ટુન દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે રેલગાડીઓના ટ્રાફિકને બાધિત કરો નહીં. આ કાર્ટુન સાથે લખવામાં આવ્યું છે કે પોતાની માગણીઓ મનાવવા માટે રેલ રોકવી એ કાયદાકીય અપરાધ તો છે જ , તેનાથી કેટલાય વિદ્યાર્થીઓ, સારવાર કરાવવા જઈ રહેલી વ્યક્તિઓ, નોકરીના ઈન્ટરવ્યું માટે જઈ રહેલા જવાનો, વગેરેને જે પીડા થાય છે તેનો અંદાજો પણ લગાવી શકાય નહીં.
अपनी मांगों को मनवाने के लिए रेल रोकना कानूनन अपराध तो है ही, इससे कितने सारे विद्यार्थियों, इलाज करवाने जा रहे व्यक्तियों, नौकरी के इंटरव्यू के लिए जा रहे नौजवानों, आदि को कितनी पीड़ा होती है, इसका अंदाज़ा भी नहीं लगाया जा सकता.@RailMinIndia @PiyushGoyalOffc @gmner_gkp pic.twitter.com/2o6QBX8fpp
— nerailwaygorakhpur (@nerailwaygkp) September 10, 2018
વિરોધમાં રેલ રોકાય છે ત્યારે કેટલીક આશાઓ છિન્ન ભિન્ન થાય છે
પૂર્વોત્તર રેલવે તરફથી ટ્વિટ કરાયેલા કાર્ટુનમાં લખવામાં આવ્યું છે કે જ્યારે વિરોધમાં રેલ રોકાય છે ત્યારે કેટલીક આશાઓ તૂટે છે. આ કાર્ટુન દ્વારા દેખાડવામાં આવ્યું છે કે અનેકવાર પ્રદર્શનકારીઓ રેલગાડીઓને રોકવા માટે ટ્રેનના ડ્રાઈવર સુદ્ધા પર પથ્થરમારો કરે છે. આ પ્રકારના પ્રદર્શનથી સામાન્ય લોકોને ખુબ અસુવિધા થાય છે.
પોલીસે અમિત ચાવડા અને રાજીવ સાતવ સાથે શુ કર્યું?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે