કોરોના કહેર વચ્ચે દિલ્હીમાં ભૂકંપ, લોકડાઉનમાં પણ લોકો ઘરની બહાર ભાગ્યા
નોઈડા, દિલ્હી, ગાઝિયાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ગુરૂગ્રામ અને ફરિદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Trending Photos
નવી દિલ્હી: નોઈડા, દિલ્હી, ગાઝિયાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતા. ગુરૂગ્રામ અને ફરિદાબાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સાંજે લગભગ પોણા છ વાગ્યાની આસપાસ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ ભૂકંપના આંચકાની તીવ્રતા વધારે હોવાથી લોકો લોકડાઉનમાં પણ ઘરની બહાર નિકળી ગયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 નોંધાઈ હતી.
ભૂકંપના કારણે કોઈ જાનમાલનું નુકસાન થયું હોવાના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી. ભૂકંપનું કેન્દ્ર દિલ્હી જણાવવામાં આવી રહ્યું છે. ત્યારે તેનું કેન્દ્ર જમીનથી 8 કિલોમીટર નીચે હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે, દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે આશા કરી રહ્યો છું કે, તમામ લોકો સુરક્ષિત છે. હું તમામની સુરક્ષિત હોવાનુ પ્રાર્થના કરું છું.
Tremors felt in Delhi. Hope everyone is safe. I pray for the safety of each one of you.
— Arvind Kejriwal (@ArvindKejriwal) April 12, 2020
દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ પણ ટ્વિટ કરી કહ્યું કે, कोरोना कम था जो भूकम्प भी मचा दिया.... क्या मन में है देवा?
कोरोना कम था जो भूकम्प भी मचा दिया.... क्या मन में है देवा?
— Manish Sisodia (@msisodia) April 12, 2020
આ પહેલા ગત વર્ષ 25 ડિસેમ્બરના રોજ સાંજે સાડા ચાર વાગ્યે દિલ્હી અને તેની આસપાસના વિસ્તારમાં આ પ્રકારના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તે સમયે તેનું કેન્દ્ર બીંદુ ભારત-પાકિસ્તાન બોર્ડર હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ સાથે રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.3 નોંધાઈ હતી. તેનું કેન્દ્ર લાહોરથી 173 કિલોમીટર દુર જણાવવામાં આવ્યું હતું. ભારતમાં તેની સૌથી વધુ અસર જમ્મૂ-કાશ્મીરમાં જોવા મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે