આ સમાચાર સાંભળીને દૂધ, પનીર અને માવો ખાવાનો છોડી દેશે રાજસ્થાનના લોકો 

તહેવારની સિઝન દરમિયાન સ્વાસ્થ્ય વિભાગની ટીમ નાનીમોટી કાર્યવાહી કરે લે છે પણ જાણકારો દ્વારા મળતી માહિતી પ્રમાણે આખા પ્રદેશમાં નકલી અને દૂધ, ઘી તેમજ માવાનો સપ્લાય

આ સમાચાર સાંભળીને દૂધ, પનીર અને માવો ખાવાનો છોડી દેશે રાજસ્થાનના લોકો 

નવી દિલ્હી : રાજસ્થાનની રાજધાની જયપુર (Jaipur)ના સામોદ (Samod) વિસ્તારમાં ચાલી રહેલા સફેદ માવાના કાળા વેપાર મામલે રાજસ્થાનના મેડિકલ હેલ્થ ડિપાર્ટમેન્ટની ટીમે સક્રિય પ્રયાસો કરવાની જરૂરી હતી પણ એના બદલે જયપુરના ગ્રામીણ એસપી શંકર દત્ત શર્માની સ્પેશિયલ ટીમે કાર્યવાહીને અંજામ આપ્યો છે.

એસપીની સ્પેશિયલ ટીમે મોરિજા ગામમા નકલી માવો અને દૂધ બનાવવાના કારખાના પર છાપો મારવાની કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી દરમિયાન દોઢ ક્વિન્ટલ જેટલો બનાવટી માવા અને દૂધનો જથ્થો ઝડપાયો છે. આ કાર્યવાહી સમગ્ર વિસ્તારમાં ચર્ચાસ્પદ બની છે અને કારખાનાનો માલિક ફરાર થઈ ગયો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન નકલી માવો બનાવનારા કારખાનાના માલિક તેમજ મજૂરોને ઝડપી લીધા છે અને તેમની પુછપરછ ચાલી રહી છે. 

એક ચર્ચા પ્રમાણે મોરિજા વિસ્તારમાં મોટા સ્તર પર નકલી દૂધ અને માવાનો બિઝનેસ થાય છે. તહેવારની સિઝન દરમિયાન સ્વાસ્થ્ય વિભાગની ટીમ નાનીમોટી કાર્યવાહી કરે લે છે પણ જાણકારો દ્વારા મળતી માહિતી પ્રમાણે આખા પ્રદેશમાં નકલી અને દૂધ, ઘી તેમજ માવાનો સપ્લાય આ વિસ્તારમાંથી થાય છે છે. હવે SPએ આ ખતરનાક વ્યવસાય પર કાબૂ મેળવવા ખાસ ટીમની કાર્યવાહી કરી છે જે જિલ્લામાં તાબડતોબ કાર્યવાહી કરે છે. 

LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news