Droupadi Murmu Oath Ceremony: દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદના લીધા શપથ, દેશને મળ્યા પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ

દેશના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ આજે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા. ચીફ જસ્ટિસ એન વી રમનાએ તેમને શપથ લેવડાવ્યા. અત્રે જણાવવાનું કે દ્રૌપદી મુર્મૂ દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. 

Droupadi Murmu Oath Ceremony: દ્રૌપદી મુર્મૂએ રાષ્ટ્રપતિ પદના લીધા શપથ, દેશને મળ્યા પહેલાં આદિવાસી રાષ્ટ્રપતિ

Draupadi Murmu Oath Ceremony: દ્રૌપદી મુર્મૂએ આજે દેશના 15માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. તેઓ દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ છે. ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) એન વી રમનાએ તેમને શપથ લેવડાવ્યા. મુર્મૂ ઓડિશાના રહીશ છે. તેઓ અગાઉ ઝારખંડના રાજ્યપાલ પણ રહી ચૂક્યા છે. દ્રૌપદી મુર્મૂ દેશના સૌથી યુવા રાષ્ટ્રપતિ બન્યા છે. 

પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ
CJI એન વી રમનાએ દ્રૌપદી મુર્મૂને રાષ્ટ્રપતિ પદના શપથ લેવડાવ્યા. તેઓ ભારતના 15માં રાષ્ટ્રપતિ બન્યા. તેઓ દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ છે, સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળનારા તેઓ પહેલાં આદિવાસી મહિલા અને સ્વતંત્ર ભારતમાં પેદા થયેલા પહેલા રાષ્ટ્રપતિ છે. 

દ્રૌપદી મુર્મુએ કર્યું સંબોધન
દ્રૌપદી મુર્મૂએ શપથ લીધા બાદ સંબોધન કરતા કહ્યું કે જોહાર...નમસ્કાર...હું ભારતના સમસ્ત નાગરિકોની આશા- આકાંક્ષા અને અધિકારોના પ્રતિક આ પવિત્ર સંસદથી તમામ દેશવાસીઓનું પૂરેપૂરી વિનમ્રતાથી અભિવાદન કરું છું. તમારી આત્મિયતા, વિશ્વાસ અને તમારો સહયોગ, મારા માટે આ નવી જવાબદારીને નિભાવવા માટે મારી ખુબ મોટી તાકાત હશે. 

(सोर्स संसद टीवी) pic.twitter.com/G7d6fDZhIQ

— ANI_HindiNews (@AHindinews) July 25, 2022

તેમણે કહ્યું કે ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ માટે ચૂંટવા બદલ હું તમામ સાંસદો અને તમામ વિધાનસભા સભ્યોનો હાર્દિક આભાર માનું છું. તમારો મત દેશના કરોડો નાગરિકોના વિશ્વાસની અભિવ્યક્તિ છે. મારી રાષ્ટ્રપતિ તરીકે દેશે એક એવા મહત્વપૂર્ણ સમયમાં પસંદગી કરી છે જ્યારે આપણે આપણી આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આજથી થોડા દિવસ બાદ દેશ પોતાની સ્વાધિનતાના 75 વર્ષ પૂરા કરશે. 

હું કોલેજ જનારી ગામની પહેલી છોકરી હતી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે મે મારી જીવનયાત્રા ઓડિશાના એક નાનકડા આદિવાસી ગામથી શરૂ કરી હતી. હું જે બેકગ્રાઉન્ડથી આવું છું ત્યાં મારા માટે પ્રાથમિક શિક્ષણ મેળવવું એ પણ એક સપના જેવું હતું. પરંતુ અનેક વિધ્નો છતાં મારો સંકલ્પ દ્રઢ રહ્યો અને હું કોલેજ જનારી મારા ગામની પહેલી દીકરી બની. આ આપણા લોકતંત્રની જ શક્તિ છે કે તેમાં એક ગરીબ ઘરમાં પેદા થયેલી દીકરી, આંતરિયાળ આદિવાસી વિસ્તારમાં પેદા થયેલી દીકરી, ભારતના સર્વોચ્ચ બંધારણીય પદ સુધી પહોંચી શકે છે. 

પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
પીએમ મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે તેમનું દેશના સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળવું ભારત માટે ઐતિહાસિક પળ છે. ખાસ કરીને ગરીબો, વંચિતો, અને નબળા વર્ગ માટે. પીએમ મોદીએ એક બાદ એક કરેલી ટ્વીટમાં જણાવ્યું કે શપથ લીધા બાદ રાષ્ટ્રપતિ મુર્મૂએ ભારતની ઉપલબ્ધિઓ પર ભાર મૂક્યો અને આગળના રસ્તા અંગે એક ભવિષ્યવાદી દ્રષ્ટિકોણ રજૂ કર્યો. 

તેમણે કહ્યું કે સમગ્ર દેશે આજે ગર્વથી દ્રૌપદી મુર્મૂને ભારતના રાષ્ટ્રપતિ તરીકે શપથ લેતા જોયા. તેમનો પદભાર ગ્રહણ કરવો ભારત માટે ઐતિહાસિક ક્ષણ છે. ખાસ કરીને વંચિતો અને નબળા વર્ગો માટે. હું તેમને ઉપયોગી રાષ્ટ્રપતિ કાર્યકાળ માટે શુભકામના આપું છું. તેમણે કહ્યું કે શપથ લીધા બાદ પોતાના સંબોધનમાં દ્રૌપદી મુર્મૂએ આશા અને કરુણાનો સંદેશ આપ્યો. 

જુઓ LIVE

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news