વોટર પ્યૂરીફાયરમાં સંતાડી લાવી રહ્યા હતા 8 કરોડનું સોનું, DRI એ તસ્કરોને દબોચી લીધા

ડીઆરઆઇએ ચીન, તાઇવાન અને ભારતના તસ્કરઓને ઝડપી પાડી 21 કિલો સોનું ઝડપી લીધું છે જેની કિંમત લગભગ 7.62 કરોડ રૂપિયા છે. આ કિંમતી ધાતુ તાઇવાન અને હોંગકોંગથી તસ્કરી કરી ભારતમાં લાવવામાં આવ્યું હતું અને અહીં દિલ્હીના કરોલબાગમાં એક જ્વેલરને વેચવામાં આવ્યું હતું. સોનું ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓ અને વોટર પ્યોરીફાયરમાં સંતાડીને લાવવામાં આવ્યું હતું. 

વોટર પ્યૂરીફાયરમાં સંતાડી લાવી રહ્યા હતા 8 કરોડનું સોનું, DRI એ તસ્કરોને દબોચી લીધા

નવી દિલ્હી: ડીઆરઆઇએ ચીન, તાઇવાન અને ભારતના તસ્કરઓને ઝડપી પાડી 21 કિલો સોનું ઝડપી લીધું છે જેની કિંમત લગભગ 7.62 કરોડ રૂપિયા છે. આ કિંમતી ધાતુ તાઇવાન અને હોંગકોંગથી તસ્કરી કરી ભારતમાં લાવવામાં આવ્યું હતું અને અહીં દિલ્હીના કરોલબાગમાં એક જ્વેલરને વેચવામાં આવ્યું હતું. સોનું ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓ અને વોટર પ્યોરીફાયરમાં સંતાડીને લાવવામાં આવ્યું હતું. 

ડીઆરઆઇને માહિતી મળી હતી કે કેટલાક લોકો સોનાની તસ્કરીમાં સામેલ છે અને દિલ્હીના જ્વેલર્સને વેચવા માટે સોનું ભારત લાવી રહ્યા છે. તેની જાણકારીના આધારે DRIની ટીમ દિવાળી પહેલાં 21 ઓક્ટોબરન રોજ દિલ્હીના પોશ વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં રેડ પાડી તાઇવાની નાગરિક અને એક ભારતીય નાગરિકની ધરપકડ કરી લીધી હતી.

બંનેની ધરપકડ બાદ જાણવા મળ્યું કે સોનાની તસ્કરી આ ગેંગનો મુખિયા એક ચીની નાગરિક છે. અને બીજી તરફ ભારતમાં સોનાની તસ્કરીની આ ગેંગને ચલાવી રહ્યો હતો. ત્યારબાદ જાળ પાથરીને તેને ભારત આવવા પર મજબૂર કરવામાં આવ્યો અને 4 નવેમ્બરના રોજ દિલ્હી એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી હતી. 

તપાસમાં જાણવા મળ્યું કે ભારતમાં સોના તસ્કરીમાં બે ગેંગ કામ કરી રહી છે. એક ગેંગ ચીનનો નાગરિક ચલાવી રહ્યો છે અને બીજી ગેંગ તાઇવનનો નાગરિક. તપાસમાં જાણવા મળ્યું કે તાઇવાનની ગેંગે કુરિયર દ્વારા વોટર પ્યોરીફાયરમાં સોનું સંતાડી ભારત મોકલ્યું હતું જેને ભારતમાં ગેંગ માટે કામ કરી રહેલી ગેંગે કાઢી લીધું અને પછી દિલ્હીના કરોલ બાગના જ્વેલરને વેચી દીધું હતું. 

આ જ પ્રમાણે એક ગેંગે DRI એ ગત વર્ષે નવેમ્બરમાં પકડી હતી. જે ચીનમાંથી સોનાની તસ્કરી કરી ભારત લાવી રહી હતી. સોનાની બેગની ચેન અને એશટ્રેમાં સંતાડીને લાવવામાં આવ્યું હતું. આ કેસમાં DRI એ ચાર ચીની નાગરિક સહિત 7 લોકોની ધરપકડ કરી હતી. 

ચીન, તાઇવાન અને હોંગકોંગ ભારતમાં સોનાની તસ્કરી કરવાનું મોટું હબ બની ગયું છે અને અહીં ખૂબ મોટી ગેંગ ઇ-કોમર્સ અને ઘરમાં ઉપયોગ થનાર વસ્તુઓમાં સોનું સંતાડીને તસ્કરી કરી રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news