DRDO એ ક્વિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ, સેનાની હવામાં શક્તિ વધશે

ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ આજે ક્વિક રિએક્શન સર્ફેસ ટૂ એર મિસાઇલ (QRSAM) નું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ ઓરિસ્સાનાં બાલાસોર ટેસ્ટિંગ રેંજમાં કરવામાં આવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પરીક્ષણ બાદ DRDOનાં વૈજ્ઞાનિકોને શુભકામનાઓ પાઠવી હતી. આ પરીક્ષણ રવિવારે 11.05 મિનિટે કરવામાં આવ્યું છે.

DRDO એ ક્વિક મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ, સેનાની હવામાં શક્તિ વધશે

નવી દિલ્હી : ડિફેંસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (DRDO) એ આજે ક્વિક રિએક્શન સર્ફેસ ટૂ એર મિસાઇલ (QRSAM) નું સફળ પરીક્ષણ કર્યું. આ મિસાઇલનું પરીક્ષણ ઓરિસ્સાનાં બાલાસોર ટેસ્ટિંગ રેંજમાં કરવામાં આવ્યું. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ પરીક્ષણ બાદ DRDOનાં વૈજ્ઞાનિકોને શુભકામનાઓ પાઠવી હતી. આ પરીક્ષણ રવિવારે 11.05 મિનિટે કરવામાં આવ્યું છે.

— रक्षा मंत्री कार्यालय/ RMO India (@DefenceMinIndia) August 4, 2019

10 ઓગષ્ટે કોંગ્રેસને મળશે નવા અધ્યક્ષ, મિલિંદ દેવડાએ બે નામનો દાણો દબાવ્યો
આ મિસાઇલની ક્ષમતા 30 કિલોમીટર છે. આ મિસાઇલથી જમીનથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા છે. તે પહેલા 16 ફેબ્રુઆરી, 2016 અને 4 જુન, 2017ના રોજ તેનાં સફળ પરિક્ષણ કરવાની માહિતી ડીઆરડીઓની તરફથી આપવામાં આવી છે. ડીઆરડીઓએ આ મિસાઇલને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડની મદદથી સેના વાહિની માટે વિકસિત કરવામાં આવ્યું છે. 

કાલે ભારતીય સેનાએ બોફોર્સનું મોઢુ ખોલ્યું અને પાક.ને પરસેવો વળી ગયો !
આ મિસાઇલનો સેનામાં સમાવેશ કરવામાં આવ્યા બાદ દુશ્મને ટૈંક અને એરક્રાફ્ટને નિશાન બનાવવું સરળ બની જશે. આ મિસાઇલનાં સફળ પરીક્ષણ બાદ ત્યાં હાજર વૈજ્ઞાનિકોએ ખુશી વ્યક્ત કરી. આ મિસાઇલનું નિર્માણ ભારતમાં જ કરવામાં આવ્યું છે. તેનું એક્શન ખુબ જ ક્વિક છે. તેનું એક્શન ખુબ જ ક્વિક છે જેના કારણે સેનાને તુરંત જ કાર્યવાહી કરવામાં મજબુતી મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news