Dr Subhash Chandra એ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું

Dr Subhash Chandra files nomination for Rajya Sabha Elections:  ડો. સુભાષ ચંદ્રાએ રાજ્યસભા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી ઉમેદવારી ફોર્મ ભર્યું.

Dr Subhash Chandra એ રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું

Dr Subhash Chandra files nomination for Rajya Sabha Elections:  ડો. સુભાષ ચંદ્રાએ રાજ્યસભા ચૂંટણી માટે આજે ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી ઉમેદવારી ફોર્મ ભર્યું. ભાજપ સમર્થિત ઉમેદવાર ડો. સુભાષ ચંદ્રા આજે સવારે તેઓ મોતીડુંગરી ગણેશ મંદિર ગયા હતા અને પ્રથમ પૂજ્ય દરબારમાં જઈ ભગવાનના આશીર્વાદ પણ લીધા. ત્યારબાદ તેઓ ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા. 

ડોક્ટર સુભાષ ચંદ્રા હાલ હરિયાણાથી અપક્ષ રાજ્યસભા ઉમેદવાર છે. તેમનો કાર્યકાળ એક ઓગસ્ટ 2022ના રોજ પૂરો થઈ રહ્યો છે. ડો. સુભાષ ચંદ્રા રાજસ્થાનથી ભાજપ સમર્થિત ઉમેદવાર હશે. ઉમેદવારી નોંધાવતા પહેલા સુભાષ ચંદ્રાએ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સાથે વિધાનસભા લોબીમાં મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે વસુંધરા રાજે ઉપરાંત ભાજપના પ્રદેશ પ્રભારી અરુણ સિંહ, રાજસ્થાન ભાજપ અધ્યક્ષ સતીષ પુનિયા, નેતા વિપક્ષ ગુલાબચંદ કટારિયા, ઉપનેતા વિપક્ષ રાજેન્દ્ર રાઠોડ સાથે રણનીતિ પર ચર્ચા પણ કરી. આ ઉપરાંત તેમણે વિધાનસભામાં ભાજપના ધારાસભ્યો સાથે પણ મુલાકાત કરી. 

— Zee 24 Kalak (@Zee24Kalak) May 31, 2022

કઈ પાર્ટીના કોણ ઉમેદવાર
રાજસ્થાનથી રાજ્યસભાની ચાર બેઠકો માટે 10 જૂને ચૂંટણી થવાની છે. કોંગ્રેસના ઉમેદવારોની વાત કરીએ તો પાર્ટીએ મુકુલ વાસનિક, પ્રમોદ તિવારી અને રણદીપ સિંહ સૂરજેવાલાને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. જ્યારે ભાજપે પૂર્વ મંત્રી ઘનશ્યામ તિવારીને મેદાનમાં ઉતાર્યા છે. 

डॉ. सुभाष चंद्रा ने राजस्थान से राज्यसभा चुनाव के लिए नामांकन दाखिल किया

15 રાજ્યોની 57 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી 
અત્રે જણાવવાનું કે 10 જૂને 15 રાજ્યોની 57 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થશે. જેમાં સૌથી વધુ 11 બેઠકો યુપીની છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને તમિલનાડુની 6-6 બેઠકો, જ્યારે બિહારની 5 બેઠકો માટે ચૂંટણી થશે. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, અને રાજસ્થાનની 4-4 બેઠકો તથા મધ્ય પ્રદેશની 3-3 બેઠકો, ઝારખંડ, છત્તીસગઢ, હરિયાણા, તેલંગણા અને પંજાબની 2-2 બેઠકો તથા ઉત્તરાખંડની એક બેઠક માટે ચૂંટણી થવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news