સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડતા રોકવાની સત્તા અમારી પાસે નથીઃ NIA કોર્ટ
ભોપાલ લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટમી માટે નામાંકન દાખલ કરતાં અટકાવવા માટે 2008માં માલેગાંવ વિસ્ફોટમાં માર્યા ગયેલા પુત્રના પિતાએ વિશેષ કોર્ટમાં અરજી દાખલ કરી હતી
Trending Photos
મુંબઈઃ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહેલા સાધ્વી પ્રજ્ઞા સિંઘ ઠાકુરને બુધવારે મોટી રાહત મળી છે. તેમને નામાંકન દાખલ કરતાં અટકાવવાનો આદેશ માગતી એક અરજીને NIA કોર્ટે ફગાવી દીધી છે. વિશેષ અદાલતે બુધવારે જણાવ્યું કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડતા રોકવાની સત્તા તેમની પાસે નથી.
ઉલ્લેખનીય છે કે, સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ચૂંટણી લડતા રોકવા માટે NIA કોર્ટમાં અરજી દાખલ કરાઈ હતી. વર્ષ 2008માં માલેગાંવમાં થયેલા વિસ્ફોટમાં માર્યા ગયેલા એક યુવકના પિતાએ સાધ્વી પ્રજ્ઞાને ચૂંટણી માટે નામાંકન દાખલ કરતા રોકવાની વિનંતી કરતી અરજી કરી હતી.
બુધવારે મુંબઈમાં વિશેષ અદાલતે અરજીને ફગાવી દેતા જણાવ્યું કે, "કોઈ પણ વ્યક્તિને લોકસભા ચૂંટણી લડતા રોકવા માટે તેમની પાસે કાયદાકીય સત્તાઓ નથી. આ અંગેનો નિર્ણય લેવાની સત્તા ચૂંટણી અધિકારીઓ પાસે છે. આવી અરજી માટે આ કોર્ટ યોગ્ય ફોરમ નથી. " ઉલ્લેખનીય છે કે, વિશેષ અદાલત દ્વારા જ સાધ્વીને જામીન પર છોડાવામાં આવ્યા છે.
આ સાથે જ કોર્ટે અરજીકર્તાને ચૂંટણી પંચનો સંપર્ક સાધવા માટે જણાવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે