ભારત પ્રવાસને લઈને ઉત્સાહી ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર કહી દીધી મોટી વાત
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :અમેરિકન (America) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald trump) કહ્યું કે, તેઓ ભારત (India)ની મુલાકાત માટે બહુ જ ઉત્સાહી છે. શનિવારે ટ્વિટ કરીને તેમણે લખ્યું કે, ભારત જવુ તેમના માટે સન્માનની વાત છે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારતમાં આવી રહ્યાં છે. અમેરિકાથી તેઓ સીધા જ ગુજરાત પહોંચશે. જ્યાં એરપોર્ટથી તેમનુ ભવ્ય સ્વાગત કરાશે. ટ્રમ્પે ટ્વિટમાં કહ્યું કે, સન્માનની વાત, મને લાગે છે કે, માર્ગ ઝુકરબર્ગે હાલમાં જ કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ફેસબુક પર નંબર 1 છે અને ભારતના વડાપ્રધાન નંબર 2 પર છે. વાસ્તવમાં બે સપ્તાહમાં જ ભારત જઈ રહ્યો છું. તેને લઈને ઉત્સાહી છું.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi) એ બુધવારે ટ્વિટ કરી હતી કે, મને બહુ જ ખુશી થાય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા ટ્રમ્પ 24-25 ફેબ્રુઆરીના રોજ ભારત મુસાફરી પર આવી રહ્યાં છે. ભારત તેમના સન્માનિત અતિથિઓનું શાનદાર સ્વાગત કરશે. તેમણે કહ્યું કે, આ બહુજ વિશેષ મુલાકાત હશે અને ભારત-અમેરિકાની મિત્રતાને વધુ મજબૂત કરવામાં લાંબી સફર નક્કી કરશે.
એક અન્ય ટ્વિટમાં તેઓએ કહ્યું હતું કે, લોકતંત્ર અને બહુલવાદના સંદર્ભમાં ભારત અને અમેરિકાના નિયમો એક છે. આપણા દેશમાં અનેક પ્રકારના મુદ્દાઓ પર એકબીજાને સહયોગ કરી રહ્યાં છે. આપણા દેશોની વચ્ચે મજબૂત દોસ્તી ન માત્ર આપણા નાગરિકો માટે, પરંતુ આખી દુનિયા માટે શુભ સંકેત છે.
આગામી 24 અને 25 ફેબ્રુઆરી અમદાવાદના મોટેરા સ્ટેડીયમના ઉદઘાટન માટે આવી રહેલા પ્રધાનમંત્રી મોદી અને અમેરીકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આગમન પૂર્વે સમગ્ર વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામે લાગ્યુ છે. નવા રોડ, રંગરોગાન, લાઇટીંગ કે પછી સાફસફાઇ હોય. ત્યારે એએમસીએ રૂ.3.68 કરોડના ખર્ચે ચીમનભાઇ બ્રીજથી મોટેરા સ્ટેડીય સુધીના રોડ પર બંન્ને તરફ તેમજ બીઆરટીએસ કોરીડરની બંન્ને રેલીંગ તરફ ગ્રીન સ્પેસ ડેવલપ કરવાનો નિર્ણય કર્યો છે. જે અતંર્ગત સમગ્ર વિસ્તારમાં વિવિધ પ્રકારના રંગબેરંગી ફુલછોડ વાવવામાં આવશે. નોંધનીય છે કે, વિવિધ તૈયારીઓ માટે હાલ રૂ.30 કરોડનો ખર્ચ થઇ રહ્યો છે, જેનામાં આગામી દિવસોમાં વધારો પણ થઇ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે