શું ગરમ પાણીથી ન્હાવાથી નથી થતો Coronavirus? જાણો અહીં સવાલનો જવાબ
Trending Photos
નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર કોવિડ-19 (COVID-19)થી જોડાયેલા મિથ્યા વાયરલ થઈ રહ્યાં છે. કોરોનાથી જોડાયેલો એક સવાલ લોકોના મનમાં છે કે, શું ગરમ પાણીથી ન્હાવાથી કોરોના વાયરસથી બચી શકાય છે? આ સવાલનો જવાબ સરકારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી જણાવવામાં આવ્યો છે.
ઇન્ડિયા ફાઈટ્સ કોરોનાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલના જણાવ્યા અનુસાર, ગરમ પાણીથી ન્હાવાથી કોરોના વાયરસથી બચી શકાતું નથી. પરંતુ રોજ સ્નાન કરી શારીરિક સ્વચ્છતા બનાવી રાખવાની સલાહ આપવામાં આવી છે. જે અપ્રત્યક્ષ રીતે ઘણા સંક્રમણોનો ખતરો ઓછો કરી શકે છે.
#कोरोनातथ्य:
#कोविड19 से बचा जा सकता है
नहीं, लेकिन रोज़ स्नान कर शारीरिक स्वच्छता बनाए रखने की सलाह दी जाती है, जो अप्रत्यक्ष रूप से कई संक्रमणों के ख़तरे को कम कर सकती है।@ICMRDELHI#सुरक्षितरहें pic.twitter.com/bmVaIM0gSBक्या>
— #IndiaFightsCorona (@COVIDNewsByMIB) June 28, 2020
તમને જણાવી દઇએ કે, ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. આંકડો વધીને 5 લાખ 50 હજારની નજીક પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં કોવિડ-19 સંક્રમિતોની સંખ્યા અત્યાર સુધીમાં 5,48,318 નોંધાઈ છે. જ્યારે મોતનો આંકડો વધીને 16,475 થઇ ગયો છે. રાહતની વાત કરીએ તો કોરોનાથી અત્યાર સુધીમાં 3,21,723 લોકો સાજા થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે