શું નાગાલેન્ડના લોકો માણસ ખાય છે? જાણો આ મામલે મંત્રીએ શું કહ્યું... જુઓ વીડિયો

મંત્રીએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે નાગાલેન્ડની સંસ્કૃતિ પર વાત કરી રહ્યા છે અને સાથે જ વર્ષ 1999 માં તેમની પહેલી દિલ્હી યાત્રાને યાદ કરી રહ્યા છે.

શું નાગાલેન્ડના લોકો માણસ ખાય છે? જાણો આ મામલે મંત્રીએ શું કહ્યું... જુઓ વીડિયો

નવી દિલ્હી: નાગાલેન્ડના એક મંત્રી સોશિયલ મીડિયા પર તેમના વિચિત્ર અને રમુજી અંદાજના કારણે ચર્ચાનો વિષય બન્યા છે. સૌથી પહેલા તેમની નાની આંખોને લઇને કંઇક એવું કહ્યું હતું કે, તેમનું નિવેદન વાયરલ થઈ ગયું હતું. આ વચ્ચે તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે નાગાલેન્ડની સંસ્કૃતિ પર વાત કરી રહ્યા છે અને સાથે જ વર્ષ 199 માં તેમની પહેલી દિલ્હી યાત્રાને યાદ કરી રહ્યા છે.

નાગાલેન્ડના આ મંત્રીનું નામ તેમજેન ઇમના અલાંગ છે. તેમજેન હાલના સમયમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ છે. ટ્વિટર પર પોસ્ટ કરેલા તેમના વીડિયોમાં દિલ્હી સ્ટેશનનો એક કિસ્સો જણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે હું પહેલી વખત દિલ્હી 1999 માં આવ્યો અને જુના દિલ્હી રેલ્વે સ્ટેશન પર ઉતર્યો, તો ત્યાં લોકોની સંખ્યા જોઈને હું ચોંકી ગયો. તે સંખ્યા નાગાલેન્ડની સમગ્ર વસ્તી કરતાં વધુ હતી. હું હેરાન હતો અને મને વિશ્વાસ થઈ રહ્યો ન હતો.

તેમણે વધુમાં તે પણ કહ્યું કે સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ નાગાલેન્ડ વિશે રાષ્ટ્રીય રાજધાનીના લોકોમાં કેટલીક ખોટી ધારણાઓ છે. મોટાભાગના લોકોને ખબર નથી કે નાગાલેન્ડ ક્યાં છે. તેઓ મને પૂછતા હતા કે શું તમને નાગાલેન્ડ જવા માટે વિઝાની જરૂર છે. લોકો દ્વારા તેમને એક અફવા વિશે જાણવા મળ્યું કે નાગાલેન્ડના લોકો માણસો ખાય છે. તેમણે રમૂજી અંદાજમાં કહ્યું કે, મારા કદ દ્વારા લોકોની શંકાઓને પુષ્ટિ મળી હશે.

— Temjen Imna Along (@AlongImna) July 13, 2022

આ પહેલી વખત નથી કે જ્યારે તેમજેન ઇમના અલાંગે તેમની રમૂજી વાતોથી લોકોને હસાવ્યા ન હોય. આ પહેલા પણ તાજેતરમાં તેમણે જનસંખ્યા વૃદ્ધિને લઇને મોટું અનોખું સમાધાન રજૂ કર્યું હતું. તેમણે લખ્યું કે જનસંખ્યા વૃદ્ધિના મુદ્દે સમજદાર બનો અને બાળક પેદા કરવા પર સમજદારી ભર્યો વિકલ્પ પસંદ કરો. નહીં તો મારી જેમ સિંગલ રહો અને સાથે મળીને આપણે એક કાયમી ભવિષ્ય માટે યોગદાન આપી શકીએ છે. આવો 'સિંગલ મૂવમેન્ટ'માં જોડાઈએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news