DNA વિશ્લેષણ: દિલ્હીમાં 'મફતની રાજનીતિ' એ તમામ મુદ્દાઓને પછાડ્યાં
એક્ઝિટ પોલનાં પરિણામો આવી ચુક્યા છે અને તેનાં અનુસાર અરવિંદ કેજરીવાલ પૂર્ણ બહુમતી સાથે ફરી એકવાર દિલ્હીનાં મુખ્યમંત્રી બનશે. ભાજપે આ દરમિયાન ખુબ જ હોબાળો કર્યો. આશરે 240 સાંસદોને દિલ્હીનાં ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા તેમ છતા પણ એક્ઝિટ પોલ્સ અનુસાર ભાજપને 5થી માંડીને 20 સીટો જ મળી શકે છે.
Trending Photos
નવી દિલ્હી : એક્ઝિટ પોલનાં પરિણામો આવી ચુક્યા છે અને તેનાં અનુસાર અરવિંદ કેજરીવાલ પૂર્ણ બહુમતી સાથે ફરી એકવાર દિલ્હીનાં મુખ્યમંત્રી બનશે. ભાજપે આ દરમિયાન ખુબ જ હોબાળો કર્યો. આશરે 240 સાંસદોને દિલ્હીનાં ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા તેમ છતા પણ એક્ઝિટ પોલ્સ અનુસાર ભાજપને 5થી માંડીને 20 સીટો જ મળી શકે છે. એટલે કે ભાજપ સરકાર બનાવવાની આસપાસ પણ નથી દેખાઇ રહી. દિલ્હી માટે આજે ખુબ જ મોટો દિવસ રહ્યો. દિલ્હીમાં આજે વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું અને સમગ્ર દેશ જાણવા માંગે છે કે દિલ્હીનાં દિલમાં શું છે? આજે દિલ્હીવાસીઓનું દિલ કઇ પાર્ટી પર આવ્યું ? એક્ઝિટ પોલ્સનાં પરિણામો જોઇને એવું લાગી રહ્યું છે કે દિલ્હીમાં મફતની ઓફરવાળી રાજનીતિ બાકીનાં તમામ મુદ્દાઓ પર ભારે પડી. આમ આદમી પાર્ટી ખુબ જ સરળતાથી સરકાર બનાવી શકે છે.
આજે અમે અલગ અલગ એક્ઝિટ પોલ્સનાં પરિણામોને ડીકોડ કરીશું. મોટાભાગનાં એક્ઝિટ પોલીસ અલગ અલગ દાવા કરી રહ્યા છે, પરંતુ આ તમામ એક્ઝિટ પોલીસનું વિશ્લેષણ એટલું તો જરૂર સાબિત કરે છે કે, આમ આદમી પાર્ટીની સરકાર બની રહી છે. આમ આદમી પાર્ટીને 52 ટકા મત મળવાનું અનુમાન છે. ભાજપને 37 ટકા મત મળી શકે છે. જ્યારે કોંગ્રેસનાં હિસ્સે માત્ર 7 ટકા જ મત આવી રહ્યા છે. વર્ષ 2015માં આમ આદમી પાર્ટીને 54 ટકા મત મળ્યા હતા. જ્યારે ભાજપને 32 ટકા અને કોંગ્રેસને માત્ર 9 ટકા જ મત મળ્યા હતા.
સ્પષ્ટ રીતે આમ આદમી પાર્ટી માત્ર 2 ટકા જ મતદારો ગુમાવ્યા છે. જો કે ગત વખતે મોટા ભાગનાં એક્ઝીક પોલ ખોટા સાબિત થયા હતા. જેથી હાલ માત્ર એક્ઝીટ પોલનાં આધારે જ નિર્ણય લેવો યોગ્ય કહેવાશે નહી. જો કે હાલ તો એક્ઝીટ પોલ્સના આધારે તો આપની સરકાર બની રહી હોવાનું તારણ સામે આવે છે. હવે ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ જ સત્ય સામે આવશે. ત્યાં સુધી તો પોલ આધારિત આપ સરકાર બનાવી રહી હોવાનું માનવું રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે