આંધ્ર પ્રદેશમાં દિશા બિલ થયું લાગૂ, રેપના આરોપીઓને 21 દિવસમાં મળશે સજા-એ-મોત

આંધ્ર પ્રદેશ સરકાર (Andhra Pradesh Government) એ રાજ્યમાં દિશા બિલ (Disha Bill)ને લાગૂ કરી દીધું છે. આ બિલ હેઠળ રેપ કેસની સુનાવણી 21 દિવસમાં પુરી થઇ જશે. આંધ્ર પ્રદેશમાં દિશા બિલ લાગૂ થયા બાદ 21 દિવસમાં આરોપીને સજા-એ-મોત (Death Sentence) આપવામાં આવશે. 

આંધ્ર પ્રદેશમાં દિશા બિલ થયું લાગૂ, રેપના આરોપીઓને 21 દિવસમાં મળશે સજા-એ-મોત

નવી દિલ્હી: આંધ્ર પ્રદેશ સરકાર (Andhra Pradesh Government) એ રાજ્યમાં દિશા બિલ (Disha Bill)ને લાગૂ કરી દીધું છે. આ બિલ હેઠળ રેપ કેસની સુનાવણી 21 દિવસમાં પુરી થઇ જશે. આંધ્ર પ્રદેશમાં દિશા બિલ લાગૂ થયા બાદ 21 દિવસમાં આરોપીને સજા-એ-મોત (Death Sentence) આપવામાં આવશે. 

હવે આંધ્ર પ્રદેશમાં મહિલાઓ-બાળકીઓ વિરૂદ્ધ અપરાધની સુનાવણી માટે Exclusive કોર્ટ હશે. આ મિશનના નેતૃત્વની જવાબદારી IAS કૃતિકા શુક્લાને સોંપવામાં આવી છે. કૃતિકા શુક્લા સ્પેશિયલ ઓફિસર નિયુક્ત કરવામાં આવ્યા છે. તો બીજી તરફ IPS દીપિકાને પણ દિશા બિલ માટે સ્પેશિયલ ઓફિસર બનાવવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશ વિધાનસભામાં ગત ડિસેમ્બરના રોજ બિલ પાસ કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ બાળકીઓ વિરૂદ્ધ આપરાધિક કેસનું નિવારણ 21 દિવસમાં કરવામાં આવશે. 'આંધ્ર પ્રદેશ દિશા બિલ'માં દોશીને ફાંસીની સજાની પણ જોગવાઇ છે. બિલમાં દિશા નામ હૈદરાબાદ રેપની પિડિતાને આપવામાં આવેલા કાલ્પનિક નામના લીધે રાખવામાં આવ્યું છે. 

આ નવા કાયદા હેઠળ રેપના કેસમાં નક્કર પુરાવા હશે તો કોર્ટ 21 દિવસમાં દોષીને મોતની સજા સંભળાવી શકે છે. તો બીજી તરફ પોલીસને સાત દિવસમાં પુરી તપાસ કરવી પડશે. સ્પેશિયલ કોર્ટને 14 દિવસમાં ટ્રાયલ પુરી કરવી પડશે. તમામ પ્રક્રિયાઓ 21 દિવસમાં પુરી કરવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news