NITI Aayog: નીતિ આયોગની બેઠકમાં 2047 ના વિઝન પર ચર્ચા, PM મોદીનો આ મુદ્દા પર રહ્યો ભાર

NITI Aayog Meeting: નીતિ આયોગના સભ્ય વીકે પોલે કહ્યું કે, એનઈપી પર એક મજબૂત સર્વસંમતિ છે. લગભગ તમામ મુખ્યમંત્રીઓએ એક પછી એક આ સંબંધમાં પોતના દ્વારા લેવામાં આવેલા પગલાંઓ વિશે જણાવ્યું.

NITI Aayog: નીતિ આયોગની બેઠકમાં 2047 ના વિઝન પર ચર્ચા, PM મોદીનો આ મુદ્દા પર રહ્યો ભાર

NITI Aayog Meeting Updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સરકારના થિંક ટેન્ક નીતિ આયોગની સાતમી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓએ ભાગ લીધો. બેઠક સવારથી લઇને સાંજ સુધી ચાલી. નીતિ આયોગના સીઇઓ પરમેશ્વર અય્યરે કહ્યું કે નીતિ આયોગની સાતમી પરિષદની બેઠકમાં ઉપયોગી વાતચીત થઈ. બેઠકમાં મુખ્યમંત્રી અને ઉપ રાજ્યપાલે તેમના રાજ્યોના વિકાસ કાર્યો વિશે જણાવ્યું. પીએમ મોદીએ બેઠકમાં 2047 માટે ભારતના લક્ષ્ય વિશે પણ વાત કરી.

નિકાસના મહત્વ પર વિશેષ ચર્ચા
બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કૃષિ વૈવિધ્યકરણનું મહત્વ અને ખાસ કરીને ખાદ્ય તેલમાં આત્મનિર્ભર બનવાની જરૂરિયાત વ્યક્ત કરી હતી. નીતિ આયોગના રમેશ ચંદે જણાવ્યું કે, આયાતથી ખાદ્ય તેલની અમારી કુલ માંગનો લગભગ અડધો ભાગ પૂરો કરી રહ્યા છીએ. કુલ મળીને આ દિશામાં રાજ્યોમાંથી સહયોગ મળ્યો છે અને આ પાસા પર કામ કરી રહ્યા છે. બેઠકમાં NEP 2020, G20 અને નિકાસના મહત્વ પર ખાસ ચર્ચા થઈ.

કોવિડ દરમિયાન દુનિયા માટે રોલ મોડલ બન્યું ભારત
નીતિ આયોગના વાઈસ ચેરમેન સુમન બેરીએ કહ્યું કે, પીએમ મોદીએ ભારતની કોવિડ બાદની સિથિતિ સાથે જ આગળની રણનીતિ પર ચર્ચા કરી અને સૂચનાઓ પણ આપી. બેરીએ કહ્યું કે, પીએમ મોદીએ કોવિડ-19 મહામારી દરમિયાન કેન્દ્ર અને રાજ્યોએ એકબીજા સાથે મળીને નિર્ણય લેવાની રીત પર ધ્યાન આપ્યું. ભારતનું સંઘીય માળખું અને સહકારી સંઘવાદ કવિડ સંકટ દરમિયાન દુનિયા માટે એક મોડલ તરીકે ઉભર્યું છે.

દાળના ઉત્પાદનમાં વૃદ્ધિ
નીતિ આયોગના સભ્ય વીકે પાલે કહ્યું કે, એનઈપી પર એક મજબૂત સર્વસંમતિ છે. લગભગ તમામ મુખ્યમંત્રીઓએ એક પછી એક આ સંબંધમાં પોતના દ્વારા લેવામાં આવેલા પગલાંઓ વિશે જણાવ્યું. અલગ-અલગ રાજ્યોમાં ઘણા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે. તે આવનારા સમયમાં વાસ્તવમાં પરિવર્નતકારી હશે. નીતિ આયોગના રમેશ ચંદે કહ્યું કે, ગત 5-6 વર્ષના આંકડામાં દાળના ઉત્પાદનમાં વૃદ્ધિમાં તેજીથી પ્રગતિ જોવા મળી છે. અમે કેટલીક દાળોની નિકાસ અને આયાત પણ કરી રહ્યા છીએ. આપણી પાસે માત્ર મસૂર અને તુવેરની દાળની અછત છે. અમે અન્ય દાળના મામલે આત્મનિર્ભરતાની ખુબ જ નજીક છીએ. પ્રધાનમંત્રીએ કૃષિ વૈવિધ્યકરણનું મહત્વ વ્યક્ત કર્યું હતું અને ખાદ્ય તેલમાં ખાસ કરીને આત્મનિર્ભર થવા પર ભાર મૂક્યો હતો. રમેશ ચંદે કહ્યું કે, અમે ખાદ્ય તેલની આયાતની અમારી કુલ માંગનો લગભગ અડધો ભાગ પૂરો કરી રહ્યા છીએ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news