Delhi Flood: લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, સીએમ આવાસ.... સર્વત્ર પૂરના પાણી, જુઓ કેવી છે દિલ્હીની સ્થિતિ

Yamuna River News Today: રાજધાની દિલ્હીમાં પૂરને કારણે શહેરનો નજારો બદલાય ગયો છે. લાલ કિલ્લા અને કાશ્મીરી ગેટ વિસ્તારમાં લોકો હોડીથી ચાલવા મજબૂર છે, તો યમુના નદીનું પાણી મુખ્યમંત્રી આવાસની અંદર પહોંચી ગયું છે. 

Delhi Flood: લાલ કિલ્લો, ઈન્ડિયા ગેટ, સીએમ આવાસ.... સર્વત્ર પૂરના પાણી, જુઓ કેવી છે દિલ્હીની સ્થિતિ

નવી દિલ્હીઃ Delhi Flood Alert Areas: હરિયાણાના હથિની કુંડ બેરેજથી પાણી છોડ્યા બાદ યમુના નદીના જળસ્તરમાં ખુબ વધારો થયો છે. તમને જણાવી દઈએ કે પાણી છોડવાને કારણે દિલ્હીના નિચાણવાળા વિસ્તારમાં ભયાનક પૂરની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. 

રાજધાનીમાં યમુનાનું જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર 208.48 મીટરને પાર કરી ગયું છે. દિલ્હીના જે વિસ્તારમાં પાણી ભરેલું છે, ત્યાં પર તમામ સરકારી અને ખાનગી સ્કૂલ બંધ કરી દેવામાં આવી છે. દિલ્હી MCD હેઠળ આવતી દરેક સ્કૂલમાં 16 જુલાઈ સુધી રજા જાહેર કરી દેવામાં આવી છે. 

— ANI_HindiNews (@AHindinews) July 13, 2023

શું છે અલગ-અલગ વિસ્તારોની સ્થિતિ?
દિલ્હીમાં યમુનાનું જળસ્તર ગુરૂવારે સવારે વધીને 208.48 મીટર પર પહોંચી ગયું હતું. તેની આસપાસના રસ્તા, જાહેર તથા ખાનગી સ્થળો જળમગ્ન થઈ ગયા હતા. નદીની નજીક રહેતા લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે દિલ્હીના ઘણા વિસ્તારમાં લગભગ ઘુંટણસમા પાણી ભરાયા છે. તો પૂરનું પાણી લાલ કિલ્લાની અંદર ઘુસી ગયું છે. 

(वीडियो ड्रोन से ली गई है।) pic.twitter.com/qbryFwOCxl

— ANI_HindiNews (@AHindinews) July 13, 2023

પૂરને કારણે સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે. યમુનાનું પાણી દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના આવાસમાં પણ પહોંચી ગયું છે. દિલ્હીના ઉસ્માનપુર વિસ્તારમાં લોકો હોડીમાં સવારી કરવા મજબૂર થઈ ગયા છે. રાજઘાટ અને ISBT માં પાણી કમરની ઉપર પહોંચી ગયું છે. કાશ્મીરી ગેટ વિસ્તારમાં લોકો હોડીમાં સવાર થતા જોવા મળ્યા હતા. 

— ANI (@ANI) July 13, 2023

ભારે વાહનો પર પ્રતિબંધ
દિલ્હીના પરિવહન મંત્રી કૈલાશ ગેહલોતે ગુરૂવારે કહ્યુ કે યમુના નદીનું જળસ્તર વધ્યા બાદ રાજ્ય સરકારે સિંધુ બોર્ડર સહિત શહેરની ચારેય સરહદોથી જરૂરી સામાન સિવાયના વાહનોને છોડીને દરેક ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગેહલોતે એક ટ્વીટમાં કહ્યુ કે હરિયાણા, હિમાચલ પ્રદેશ, ચંદીગઢ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડથી આવતી આંતરરાજ્ય બસો આઈએસબીટી કાશ્મીરી ગેટ ન જઈને સિંધુ બોર્ડર પર રોકાઈ જશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news