Jahangirpuri Violence: જહાંગીરપુરી હિંસા મામલે મુખ્ય ષડયંત્રકાર સહિત 21 લોકોની ધરપકડ, કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો
Jahangirpuri Violence: દિલ્હીમાં હનુમાન જયંતીના અવસરે થયેલી હિંસા મામલે રોહિણી કોર્ટે મુખ્ય આરોપી અંસાર અને અસલમને સોમવાર સુધી કસ્ટડીમાં મોકલ્યા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે.
Trending Photos
Jahangirpuri Violence: દિલ્હીમાં હનુમાન જયંતીના અવસરે થયેલી હિંસા મામલે રોહિણી કોર્ટે મુખ્ય આરોપી અંસાર અને અસલમને સોમવાર સુધી કસ્ટડીમાં મોકલ્યા છે. આ ઉપરાંત અન્ય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા છે. અત્રે જણાવવાનું કે હિંસા બાદથી જ પોલીસ એકદમ એક્શન મોડમાં છે. આ મામલે પોલીસે તપાસ પણ તેજ કરી છે.
દિલ્હી પોલીસ સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે અને તે આધાર પર અન્ય આરોપીઓની ઓળખ થઈ રહી છે. આ સાથે જ દિલ્હી પોલીસ હિંસાવાળી જગ્યાએથી પુરાવા ભેગા કરી રહી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કહ્યું કે 15 તારીખે જ અંસાર અને અસલમને ખબર પડી ગઈ હતી કે એક શોભાયાત્રા નિકળવાની છે. ત્યારબાદ આ લોકોએ ષડયંત્ર રચ્યું હતું.
21 આરોપીઓ દબોચ્યા
જહાંગીરપુરી હિંસા મામલે દિલ્હી પોલીસે તેજ કાર્યવાહી કરતા અત્યાર સુધીમાં કુલ 21 આરોપીઓને પકડ્યા છે. જ્યારે 2 સગીરો પણ પકડાયા છે. પોલીસે અત્યાર સુધીમાં આરોપીઓ પાસેથી 3 પિસ્તોલ અને 5 તલવારો જપ્ત કરી છે.
જહાંગીરપુરી હિંસાનો કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરાયો છે. ક્રાઈમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર રવિન્દર યાદવ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ કેસમાં ડિસ્ટ્રિક્ટ પોલીસ ક્રાઈમ બ્રાન્ચને તપાસમાં સહયોગ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે